fbpx
રાષ્ટ્રીય

રેકોર્ડ લેવલ પર પહોંચ્યા પેટ્રોલ-ડીઝલ, મુંબઈમાં પેટ્રોલ ૧૦૨ રૂપિયાની નજીક

બુધવારે ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધી ગયા છે. ઈંધણ કંપનીઓએ આજે દેશના ચાર મોટા મેટ્રો શહેરોમાં પેટ્રોલના ભાવમાં ૨૫ પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં ૨૬ પૈસા પ્રતિ લિટર વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે રવિવાર અને સોમવાર સતત ભાવ વધ્યા બાદ મંગળવારે કિંમત સ્થિર હતી. સોમવારે દિલ્લીમાં પેટ્રોલના રેટ ૨૮ પૈસા પ્રતિ લિટર અને ડીઝલના રેટ ૨૭ પૈસા પ્રતિ લિટર વધ્યા હતા. ઉલ્લેખનીય છે કે ૫ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી ૨૨મી વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે જેમાં ૧૬ વાર એકલા મે મહિનામાં વધ્યા છે.

સતત વધતા ભાવોના કારણે પેટ્રોલ અત્યાર સુધી ૪.૯૬ રૂપિયા અને ડીઝલ ૫.૪૩ રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે. તમને જણાવી દઈએ કે ૧૩૫ જિલ્લામાં પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયાને પાર થઈ ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ક્રૂડ ઓઈલના ભાવમાં ૨૫-૩૦ ટકા સુધી વધારો થયો છે જેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. સોમવારે મીડિયા સાથે વાત કરીને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ હતુ કે હાલમાં સરકારની આવક ખૂબ ઓછી થઈ ગઈ છે. આવક ઓછી થવાના કારણે ખર્ચ વધી ગયો છે. એવામાં હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી ન શકે કારણકે સરકાર પર વધારાનો બોજાે પડી રહ્યો છે. વળી, કોંગ્રેસ પક્ષ ૧૧ જૂને પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો સામે પ્રદર્શન કરશે. કોંગ્રેસના કાર્યકર્તા દેશભરમાં ૧૧ જૂને પેટ્રોલ પંપ સામે સાંકેતિક પ્રદર્શન કરશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/