fbpx
રાષ્ટ્રીય

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી!!

મુંબઈ સેન્સેક્સ ઃ-
ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મ્જીઈ સેન્સેક્સ આગલા બંધ ૫૨૭૭૩.૦૫ સામે ૫૨૭૮૨.૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૪૨૫.૫૭ પોઈન્ટના નીચા મથાળે જાેવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જાેવા મળ્યોપ દિવસ દરમ્યાન સરેરાશ ૩૯૦.૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૧.૦૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૫૦૧.૯૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ-
ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૭૯.૦૦ સામે ૧૫૮૫૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૭૬૬.૧૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જાેવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જાેવા મળ્યોપ સરેરાશ ૧૧૮.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૨.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૭૬.૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેરમાં અનેકને અસર બાદ આ લહેર ધીમી પડીને હવે કેસો ઘટવા લાગતાં એક તરફ વિવિધ રાજયોમાં અનલોકની તૈયારી થવા લાગતાં અને બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા સ્ટીમ્યુલસ પેકેજના પગલાં લેવાની શરૂઆત સાથે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. લોકડાઉનથી દેશ હવે ફરી અનલોક તરફ વળતાં દેશ આર્થિક પટરી પર ફરી સવાર થઈ રહ્યો હોઈ આગામી દિવસોમાં આર્થિક વિકાસે વેગ મળવાની અપેક્ષા છતાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા આજે ભારતીય શેરબજારમાં વિક્રમી તેજીની દોટને બ્રેક લાગી હતી.

ભારતીય શેરબજારમાં ઘણા દિવસોથી ઓવરબોટ પોઝિશનની પરિસ્થિતિ હોઈ આજે ફંડો, મહારથીઓ દ્વારા સેન્સેક્સ-નિફટી બેઝડ નરમાઈએ ઈન્ડેક્સ બેઝડ ઉછાળે ઓફલોડિંગ કર્યું હતું. વૈશ્વિક મોરચે અમેરિકામાં ફુગાવાની ચિંતા અને ટેક્ષ મામલે ચિંતાને લઈ અમેરિકી શેરબજારોમાં નરમાઈ સાથે વૈશ્વિક બજારોમાં સાવચેતીની જાેવા મળી હતી. આર્થિક મોરચે આગામી દિવસોમાં મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા અને આર્થિક વિકાસમાં મોટી પીછેહઠ જાેવાશે એવા સંકેત વચ્ચે ફંડોએ આજે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, આઇટી અને ટેક શેરોમાં લેવાલી જાેવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૫૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૯૦ અને વધનારની સંખ્યા ૧૪૪૧ રહી હતી, ૧૨૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જાેવાયો ન હતો. જ્યારે ૨૦૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૮૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….

મિત્રો, વિવિધ સાનુકૂળ પરિબળો પાછળ શેરબજારનું મોરલ સુધરતા ફરી એકવાર પ્રાઇમરી માર્કેટ ધમધમતું થયું છે. ચાલુ સપ્તાહે પાંચ ઇશ્યુ મૂડી બજારમાં પ્રવેશ્યા છે. તો બીજી તરફ આગામી સમયમાં રૂ.૫૫,૦૦૦ કરોડના આઇપીઓથી પ્રાઈમરી બજાર ધમધમશે. આગામી સમયમાં કોમર્શિયલ બેન્કિંગ, નોન-બેંક માઇક્રોફાઇનાન્સ, હાઉસિંગ ફાઇનાન્સ તેમજ પેમેન્ટ બેંક કંપનીઓના આઇપીઓથી બજાર ધમધમી ઉઠશે. આ ક્ષેત્રની કંપનીઓ દ્વારા સેબી સમક્ષ ડ્રાફટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઈલ કરવામાં આવ્યા છે.

પેટીએમ કંપની આઇપીઓ થકી રૂ.૨૨૦૦૦ કરોડ ઉભા કરવા માંગે છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ હશે. અગાઉ વર્ષ ૨૦૧૦માં કોલ ઇન્ડિયાએ રૂ.૧૫૦૦૦ કરોડ ઉભા કર્યા હતા. જે સૌથી મોટો આઇપીઓ હતો.જે કંપનીઓએ સેબી સમક્ષ પ્રોસ્પેક્ટસ ફાઈલ કર્યા છે તેમાં પેટીએમ, આધાર હાઉસિંગ, પોલિસી બજાર, એપ્ટસ હાઊ. ફાઈ., સ્ટાર હેલ્થ, બિરલા સનલાઇફ, આરોહન ફાઈ., ફયુઝન માઇક્રોફાઇનાન્સ, ફિનકેર સ્મોલ ફાઈ. બેંક, તામિલનાડુ મર્કેન્ટાઇલ બેંક, મેઈડ અસિસ્ટ અને જનસ્મોલ ફાઈનાન્સ બેંકનો સમાવેશ થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/