fbpx
રાષ્ટ્રીય

ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્‌!!

ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મ્જીઈ સેન્સેક્સ આગલા બંધ ૫૨૫૦૧.૯૮ સામે ૫૨૧૨૨.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૦૪૦.૫૧ પોઈન્ટના નીચા મથાળે જાેવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જાેવા મળ્યોપ દિવસ દરમ્યાન સરેરાશ ૪૮૩.૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૮.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૩૨૩.૩૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ-
ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૯૦.૨૦ સામે ૧૫૬૭૧.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૬૨૬.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જાેવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જાેવા મળ્યોપ સરેરાશ ૧૫૧.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૯.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૬૮૦.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તોપ
દેશમાં કોરોના સંક્રમણમાં ઝડપી ઘટાડા સાથે લોકડાઉનમાંથી દેશ બહાર આવી આર્થિક ગતિવિધિ વધવા લાગતાં અને ચોમાસાની પણ સારી પ્રગતિ થઈ રહી હોઈ ફંડો દ્વારા ભારતીય શેરબજારમાં સતત તેજી નોંધવ્યા બાદ આજે સતત બીજા દિવસે ઉછાળે નફારૂપી વેચવાલી જાેવા મળી હતી. વિક્રમી તેજીની દોટમાં સપ્તાહના આરંભમાં સેન્સેક્સે ૫૨૮૬૯.૫૧નો નવો ઈતિહાસ અને નિફટી ફ્યુચરે ૧૫૯૦૯.૦૦નો નવો વિક્રમ સર્જયા બાદ આજે વિક્રમી તેજીને વિરામ આપ્યો હતો. વૈશ્વિક મોરચે એક તરફ ચાઈનામાં વધતાં ફુગાવાને લઈને ચિંતા અને ફરી કોરોના સંક્રમણ વધી રહ્યું હોવા સાથે શિપિંગ અટક્યાના અહેવાલ સાથે સ્થાનિકમાં પણ સરકાર દ્વારા સ્ટીલ સહિતના મેટલના ભાવો અંકુશમાં લેવા પગલાં લઈ રહ્યાના સંકેતો વચ્ચે આજે ફંડોએ મેટલ-માઈનીંગ અને પાવર શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી.

આગામી દિવસોમાં આર્થિક મોરચે હજુ અનિશ્ચિતતા કાયમ હોઈ આર્થિક વિકાસ પણ મંદ પડી રહ્યાની સ્થિતિએ મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા અને આર્થિક વિકાસમાં મોટી પીછેહઠ જાેવાશે એવા સંકેત વચ્ચે ફંડોએ આજે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કોરોના વિસ્ફોટના કારણે દેશભરમાં અનેક વિસ્તારોમાં હજુ લોકડાઉનની યથાવત રહેતા સેન્સેક્સ, નિફટી બેઝડ આજે ઘટાડા સાથે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ નેગેટિવ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, આઇટી અને ટેક શેરોમાં લેવાલી જાેવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૬૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૨૦ અને વધનારની સંખ્યા ૧૩૮૬ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જાેવાયો ન હતો. જ્યારે ૨૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૯૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશાપ.
મિત્રો, કોરાનાની બીજી લહેરને કારણે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે મહિના એટલે કે એપ્રિલ તથા મે માસમાં વેપાર કામકાજ પર અસર પડી હોવા છતાં આ બે મહિનામાં જીએસટીની વસૂલીનો આંક અનુક્રમે રૂ.૧.૪૧ લાખ કરોડ તથા રૂ.૧.૦૩ લાખ કરોડ રહ્યો છે. જીએસટીના આંકને આધારે રિપોર્ટમાં વર્તમાન નાણાં વર્ષની જીએસટી વસૂલી સંદર્ભમાં આશાવાદી સૂર વ્યકત કરાયો છે. લોકડાઉન્સ છતાં વેરા મારફતની આવક સાનુકૂળ સ્તરે રહેતા સરકારની નાણાં સ્થિતિ પર હજુ કોઈ તાણ જાેવાતી નથી. જીએસટી મારફતની વસૂલીનો વર્તમાન સ્તર જળવાઈ રહેશે તો, કેન્દ્રએ રાજ્યોને વળતર ચૂકવવા માટે બજારમાંથી વધુ નાણાં ઉછીના લેવાની આવશ્યકતા નહીં પડે.

કોરોનાની ત્રીજી લહેર નહીં ત્રાટકે તો કેન્દ્ર તથા રાજ્યોની નાણાંકીય સ્થિતિ બજેટ અંદાજ કરતા પણ સારી જાેવા મળી શકશે અને રાજ્યોની વેરા મારફતની આવક વર્તમાન નાણાં વર્ષમાં અંદાજ કરતા રૂ.૬૦,૦૦૦ કરોડ વધુ રહીને રૂપિયા ૮.૨૭ લાખ કરોડ રહેવા વકી છે. વર્તમાન નાણાં વર્ષ માટે કેન્દ્રએ એકસાઈઝ મારફત રૂપિયા ૩.૩૫ લાખ કરોડની આવક થવાનો અંદાજ મૂકયો છે. પેટ્રોલ તથા ડીઝલ પર એકસાઈઝનું વર્તમાન સ્તર ચાલુ રહેશે તો વર્ષના અંતે સરકારની એકસાઈઝ મારફતની આવક બજેટ અંદાજ કરતા રૂ.૭૬૩૩૯ કરોડ વધુ રહી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/