fbpx
રાષ્ટ્રીય

ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ કોરોનાની ત્રીજી લહેર લાવી શકે છેઃ નિષ્ણાંતોની ચેતવણી

કોરોનાના નવા વેરિયન્ટ વિશે સમગ્ર દુનિયામાં ચિંતા વધી રહી છે. ૨૪ કલાકની અંદર જ ભારત અને અમેરિકાના નિષ્ણાતાઓ નવા વેરિયન્ટ વિશે ચેતવણી જાહેર કરી છે. મંગળવારે એક્સપર્ટે કહ્યું હતું કે કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ભારતમાં ત્રીજી લહેર લાવી શકે છે. એ ઉપરાંત અમેરિકાના સૌથી મોટા મહામારી એક્સપર્ટ એન્થની ફૌચીએ પણ ચેતવણી આપી છે.

ફૌચીએ કહ્યું હતું કે અમેરિકામાં કોરોના સંક્રમણ સમાપ્ત કરવાના પ્રયત્નોમાં ડેલ્ટા વેરિયન્ટ સૌથી મોટું જાેખમ છે. તેમનું કહેવું છે કે કોરોનાના ઓરિજિનલ વેરિયન્ટની સરખામણીએ ડેલ્ટા વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એનાથી બીમારીની ગંભીરતા વધી જાય છે.

ફૌચીનું એવું પણ કહેવું છે કે ફાઈઝર સહિત જે કંપનીઓની વેક્સિન અમેરિકામાં લગાવવામાં આવી રહી છે એ કોરોનાના નવા વેરિયન્ટ પર અસરકારક છે. અમારી પાસે સંક્રમણ રોકવાના ઉપાયો છે, એનો ઉપયોગ કરવો જાેઈએ. એટલે કે ફૌચીનું કહેવું છે કે શક્ય હોય એટલો ઝડપથી વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો કરવો જાેઈએ.
કોરોના વિશે અમેરિકન સરકારના સિનિયર એડવાઈઝર જેફરે જેન્ટ્‌સનું કહેવું છે કે ૪ જુલાઈ સુધી ૭૦ ટકા યુવા વસતિને વેક્સિન આપવાના ટાર્ગેટમાં પાછળ પડ્યા છીએ. એમાં હજી થોડાં સપ્તાહ થઈ શકે છે. એ ઉપરાંત કહ્યું છે કે ૨૭ વર્ષ સુધી ૭૦ ટકા યુવાનોને ૪ જુલાઈ સુધી વેક્સિનનો એક ડોઝ આપી દેવામાં આવે એવી શક્યતા છે.

નોંધનીય છે કે ભારતમાં કોરોનાની બીજી લહેર ડેલ્ટા વેરિયન્ટને કારણે જાેખમી થઈ હતી અને હવે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વિશેની ચિંતા શરૂ થઈ ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર લાવવાનું કારણ બની શકે છે. એને ધ્યાનમાં રાખીને સરકારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કેરળને તૈયાર રહેવાના આદેશ આપ્યા છે.

કોરોના વાયરસની બીજી લહેરની તબાહીથી ભારત બહાર આવી રહ્યું છે. દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ઘટી છે. વેક્સિનેશનની ગતિ તેજ થઈ છે, પરંતુ આ તમામની વચ્ચે હવે વધુ એક મુશ્કેલી સામે આવી ગઈ છે. દેશમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના લગભગ ૪૦ નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ ચિંતા વધી ગઈ છે. ભારત સરકાર દ્વારા કોરોનાના આ વેરિયન્ટને વેરિયન્ટ ઑફ કન્સર્ન ગણાવવામાં આવ્યું છે. એટલે કે આ વેરિયન્ટ ચિંતા વધારનારું છે.

જાે કે સૂત્રો પ્રમાણે કહેવામાં આવ્યું કે, આ અત્યારે પણ વેરિયન્ટ ઑફ ઇન્ટરેસ્ટ જ છે. અત્યાર સુધી દેશમાં કુલ ૪ રાજ્યોમાં આ વાયરસના ૪૦ કેસ સામે આવ્યા છે. જે ૪ રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ મળ્યા છે, તેમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કેરળ અને તમિલનાડુ સામેલ છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે અને વારંવાર મ્યુટેંટ થઈ રહ્યો છે. કોરાનાનું ભારતમાં જે ડેલ્ટા વેરિયન્ટ મળ્યું હતુ, આ ડેલ્ટા પ્લસ એ વેરિયન્ટથી મ્યુટેંટ થઈને નીકળ્યો છે. ટેકનિકલ રીતે આને બી.૧.૬૧૭.૨.૧ અથવા એવાય.૧ નામ આપવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts