ટિ્વટર ફરી વિવાદમાંઃ ભારતના નકશા સાથે છેડછાડ, લેહ-લદ્દાખને અલગ દેશ ગણાવ્યો
માઇક્રોબ્લોગિંગ સાઇટ ટિ્વટરે ફરી એકવાર ભારતને ખોટી રાહ ચીંધી છે. પોતાની વેબસાઇટ પર ટિ્વટરે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખને અલગ અલગ દેશ બતાવ્યો છે. એટલે કે તેમણે ભારતનો ખોટો નકશો બતાવ્યો છે. સરકારી માહિતી મુજબ આ માહિતીને લઈને ટિ્વટર પર એકદમ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પેહલા પણ સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશ લેહની જગ્યાએ જમ્મુ કાશ્મીરના ભાગમાં બતાવતા ટિ્વટરને નોટિસ આપી હતી.
હજી સુધી ભારત સરકાર દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી. પણ જાણકાર લોકોએ આપી માહિતી મુજબ જાે નોટિસ આપ્યા બાદ પણ જાે ટિ્વટર આ ઘટના પર કોઈ પગલાં નહીં લે તો સરકાર આઈટીના નિયમ મુજબ ટિ્વટર પર પ્રતિબંધ લગાવી શકે છે અને કડક કાર્યવાહી પણ કરી શકે છે. આ સાથે જ નિયમ મુજબ સરકાર એક અપરાધ પણ નોંધી શકે છે, જેમાં ૬ મહિનાનીઓ કારાવાસ પણ સામેલ છે.
કેન્દ્રીય આઈટી મંત્રાલયે ટિ્વટરને ચેતવણી આપતા જણાવ્યું કે નવા નિયમોનું પાલન ન કરવાની ટિ્વટરની જીદથી સાબિત થાય છે કે કંપનીમાં પ્રતિબદ્ધતાનો અભાવ છે અને તે ભારતના લોકોને તેના પ્લેટફોર્મ પરથી સુરક્ષિત અનુભવ પુરો પાડવાનો પ્રયાસ કરવા માંગતી નથી. મંત્રાલયે ટિ્વટરને પાઠવેલી નોટીસમાં જણાવ્યું કે એ જાણીને અત્યંત ખેદ થયો કે આઈટી મિનિસ્ટ્રીના પત્રમાં તમારા જવાબમાં સરકારના સવાલ પર કોઈ જવાબ અપાયો નથી કે નિયમોનું પાલન કરવાનો તમારો ઈરાદો પણ લાગતો નથી.
Recent Comments