fbpx
રાષ્ટ્રીય

છેલ્લા ૩૨ દિવસમાં પેટ્રોલ ૮.૧૪ રૂ. અને ડીઝલ ૮.૧૧ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું

સતત બે દિવસ ઝટકો આપ્યા બાદ સોમવારે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થયો નથી. આજે ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર છે. તમને જણાવી દઈએ કે રવિવારે પેટ્રોલની કિંમતોમાં ૩૫ પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ૨૫ પૈસા પ્રતિ લિટરનો વધારો થયો હતો. વધતી કિંમતોના કારણે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે.

ઉલ્લેખનીય છે કે ૫ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી ૪ મેથી અત્યાર સુધી ૩૧મી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. જાે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પણ વધ્યા છે. ક્રૂડનો ભાવ ૭૬.૩૯ ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો છે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ૧૩૫ જિલ્લાઓ પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે ૪ મે પછી અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં ૮.૦૬ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ૮.૧૭ રૂપિયા પ્રતિ લિટરનો વધારો થઈ ચૂક્યો છે.

Follow Me:

Related Posts