fbpx
રાષ્ટ્રીય

જાે બંધક સાથે સારો વ્યવહાર કરવામાં આવે તો કિડનેપરને આજીવન કેદની સજા નહીં

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે જાે કિડનેપર બાળકને ખંડણી માટે બંધક બનાવે પરંતુ તે દરમિયાન તેની કાળજી રાખે અને પૈસા પડાવવા માટે તેને મારવાની ધમકી ના આપે અને તેને કોઈ નુકસાન ના પહોંચાડે તો ઈન્ડિયન પીનલ કોડના સેક્શન ૩૬૪એ હેઠળ તેને આજીવન કેદની સજા ના સંભળાવી શકાય.

કાયદા અને તેને લાગતા વળગતા ચુકાદાઓનું વિશ્લેષણ કરતી વખતે સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ જણાવ્યું કે, અમે તે નિરાકરણ પર આવ્યા છીએ કે સેક્શન ૩૬૪એ હેઠળ દોષી સાબિત કરવા માટે નીચેની શરતો પૂરી થવી જાેઈએ- ૧) કોઈ પણ વ્યક્તિનું અપહરણ કરવું અથવા તેને ઉઠાવી જવી તેમજ ત્યારપછી તેને ડિટેન્શનમાં રાખવું. ૨) મારવાની ધમકી આપવી અથવા તે વ્યક્તિને નુકસાન પહોંચાડવું ૩) સરકાર અથવા કોઈ ફોરેન સ્ટેટ અથવા સરકારી સંસ્થા અથવા કોઈ વ્યક્તિને ખંડણીની રકમ માટે અથવા અન્ય કોઈ કાર્ય કરવા માટે ફરજ પાડવી અને સામે બંધક વ્યક્તિને નુકસાન પહોંચાડવું.

જાે વ્યક્તિ સેક્શન ૩૬૪એ હેઠળ ગુનેગાર સાબિત થાય તો તેને આજીવન કેદ જેવી સખત સજા સંભળાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટની પીઠે જણાવ્યું કે, પહેલી શરતની સાથે સાથે બીજી અથવા ત્રીજીમાંથી કોઈ એક શરત લાગુ થવી જરુરી છે. જાે આ શરતો લાગુ નથી થતી તો પછી આરોપી વિરુદ્ધ ૩૭૪એ અંતર્ગત કાર્યવાહી ના કરી શકાય. ઉલ્લેખનીય છે કે સેક્શન ૩૬૪એનો સમાવેશ આઈપીસીમાં ૧૯૯૩માં કરવામાં આવ્યો હતો, તે સમયે ખંડણી માટે અપહરણના કેસ ઘણાં વધી ગયા હતા અને ખાસ કરીને આતંકવાદી સંગઠનો દ્વારા બંધક બનાવવાના કેસ પણ વધી ગયા હતા.

Follow Me:

Related Posts