fbpx
રાષ્ટ્રીય

કોંગ્રેસને ફટકા કેમ….? મોવડીમંડળ ર્નિણય લેવામાં કેમ અટવાય છે….?

દેશમાં એક પછી એક ઘટનાઓના દોર વચ્ચે કોંગ્રેસમાં ઈન્દીરાજીના મૃત્યુ બાદ રાજીવ ગાંધીએ સત્તા સંભાળી તેમના પછી ડોક્ટર મનમોહનસિંહએ સત્તા સંભાળી ત્યાં સુધી કોંગ્રેસના બધું સમુસુતર ચાલતુ હતુ. જ્યારે કે સોનિયા ગાંધીને વિદેશી મૂળનો મુદ્દો નડતો રહ્યો પરંતુ કોઈએ ધાર્યું ન હોય તેમ સોનિયા ગાંધીએ ડોક્ટર મનમોહનને વડાપ્રધાનપદે ઘોષિત કર્યા અને વિપક્ષની બોલતી બંધ કરી દીધી.બીજી તરફ વિશ્વભરમાં મંદીનું મોજું ફરી વળ્યું હતું ત્યારે મનમોહનસિંહની અર્થનિતિની કુનેહને કારણે ભારતમાં મંદીની અસર નહીવત રહી અને દેશ વૈશ્વિક મંદીમા હેમખેમ પસાર થઈ ગયો. દરમિયાન કોલસા કૌભાંડ બહાર આવ્યું અને બીજી તરફ લોકાયુક્તની નિમણૂક તથા કોલસા કૌભાંડ મુદ્દે દિલ્હી ખાતે અન્ના હજારેએ આંદોલન શરૂ કર્યું અને કોંગ્રેસે આંદોલન ચાલવા દીધું કોઈ આડખીલી ઉભી કરી નહી. જેના પરિણામે ચૂંટણીઓમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો અને કેટલાક રાજ્યોમાં કોંગ્રેસને સત્તા ગુમાવવી પડી…તેમજ કેન્દ્રમાં પણ સત્તા ગુમાવી તે સાથે કોગ્રેસમાં ધીરે ધીરે જૂથબંધી ઉભી થઇ ગઈ. જાે કે તે સમયે એહમદ પટેલ જેવા કોંગ્રેસમાં સોનિયા ગાંધીના ખાસ વ્યક્તિ તરીકે હતા અને એહમ પટેલનું દૂરંદેશી અને ઠરેલપણુ કોંગ્રેસ માટે બહુજ લાભપ્રદ રહ્યુ હતુ. તેઓ હતા ત્યાં સુધી કોંગ્રેસમાં કોઈપણ પ્રશ્નનો ઉકેલ આવી જતો. પરંતુ એક સમય એવો આવ્યો કે તેમને રાજ્યસભામાં ચૂંટાવા માટે ભારે સંઘર્ષ કરવો પડયો. કારણ કોંગ્રેસમાં જૂથબંધી એ હદે વકરીને વ્યાપ્ત થઈ ગઈ હતી કે કોંગ્રેસમાં વર્ષોથી સભ્ય રહેલા કેટલાકે ગુજરાતમાં ધારાસભ્ય પદેથી અકળ કારણોસર રાજીનામા ધરી દીધા હતા… અને તે પણ એવા સમયે કે જ્યારે એહમદ પટેલ રાજ્યસભાની ચૂટણીના ઉમેદવાર હતા. પરંતુ ભારે સંઘર્ષ બાદ તેઓ જીતી ગયા અને કોંગ્રેસને ઓક્સિજન મળી ગયો… પરંતુ ગુજરાત કોંગ્રેસમા ખેલાયેલા રાજીનામાના કારણે દેશ ભરમા મોટી અસર પેદા થઈ, કોંગ્રેસને ભારે બદનામી મળી. જેમાં બદનામી આપવામાં અગ્રેસર સત્તાધારી પક્ષનુ આઈટી સેલ હોવાની શંકા ફરી વળી હતી.આમ છતાં લોકોમા કોંગ્રેસ માટે લાગણી વધી હતી …..!

દેશભરમાં સત્તાધારી ભાજપાએ ગુજરાતને પ્રયોગશાળા બનાવી દીધી હતી જે બાબત કોંગ્રેસની સમજમાં આવી નથી કે પછી કોંગ્રેસ મોવડીમંડળમાં શરૂ થયેલી આંતરિક ખેચતાણ અને જૂથબંધીને કારણે ધ્યાનમાં લીધી નહી….! જેના કારણે વિવિધ રાજ્યોમાં કોંગ્રેસના પતનની શરૂઆત થઈ ગઈ. રાહુલ ગાંધીને કોંગ્રેસ પ્રમુખ તરીકે બેસાડ્યા બાદ તેમની નીતિ યુવાઓને તક આપવાની રહી તે સાથે જૂના જાેગીઓને સાઈડમા કરવાનું શરૂ કર્યું જે રાહુલની નિતી કોંગ્રેસને ભારે પડી. તેમજ વર્ષોથી કોંગ્રેસ સાથે જાેડાયેલા અને કોંગ્રેસ માટે ભોગ આપનારાઓએ એક પત્ર સસોનિયાજીને લખ્યો છે કારણે કોંગ્રેસમાં ભડકો થયો અને તેના ઘેરા પ્રત્યાઘાત દરેક રાજ્યોમાં પડ્યા. તો બીજી તરફ રાહુલ ગાંધીને કારણે તથા તેમના સલાહકારોની અસંમજસતાને કારણે જે તે રાજ્યમાં કોંગ્રેસની સરકારો બને તેમ હોવા છતા બની નહીં…. અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો ભાજપના ટેકામાં બેસી ગયા જેને કોંગ્રેસને મોટું નુકસાન કર્યું. જ્યારે કે ગુજરાતમાં કોંગ્રેસ નેતાગીરીજ ખત્તા ખાઈ રહી છે… કયા પ્રકારના પગલા લેવા જાેઈએ, કઈ રીતે આને કેવા પ્રશ્ને સરકાર સામે લડત આપવી જાેઈએ તેની ગતાગમજ પડતી નથી, વિપક્ષ તરીકે આક્રમક થઇ શકતો નથી…. તો સ્થાનિક ચૂંટણીઓમાં હાર પછી કેટલાક નેતાઓએ હોદ્દા પરથી રાજીનામાં આપી દીધા છે ત્યારે તે માટે આજ દિન સુધી કોઇ પણ ર્નિણય કોંગ્રેસ મોવડીમંડળ લઈ શક્યું નથી….! કોંગ્રેસને પુનઃ બેઠી કરવાની શક્તિ ધરાવતા અને લોકપ્રિય વ્યક્તિ કોંગ્રેસમાં આવવા તૈયાર છે તેમજ કોંગ્રેસ મોવડીઓ તથા નેતાગણ સાથે બેઠક કરી છે…. પરંતુ ગુજરાત કોંગ્રેસમાં પ્રવેશ આપવા હાઈકમાન્ડ આજ સુધી કોઈ ર્નિણય કરી શક્યું નથી….. જ્યારે કે આવતા વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે…..!

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/