fbpx
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાથી મૃત્યુઆંક ચાર લાખને પાર, વધુ ૪૬,૬૧૭ નવા કેસ

ભારતમાં કોરોનાના સંક્રમણમાં બે દિવસ વધારો થયા બાદ સામાન્ય ઘટાડો નોંધાયો છે આ સાથે મૃત્યુઆંક પણ ફરી ૧૦૦૦ની અંદર આવી ગયા છે. ગઈકાલે ભારતમાં દૈનિક કોરોના કેસની સંખ્યા ૪૮,૭૮૬ પર પહોંચી ગઈ હતી અને ૧૦૦૫ દર્દીના જીવ ગયા હતા. નવા નોંધાયેલા મૃત્યુઆંક સાથે કુલ મૃત્યુઆંક ૪ લાખને પાર થઈ ગયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પાછલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૪૬,૬૧૭ કેસ નોંધાયા છે અને ૮૫૩ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. કોરોનાના નવા કેસમાં જે ગતિથી ઘટાડો નોંધાઈ રહ્યો છે તે જાેતા આગામી અઠવાડિયાના અંત સુધીમાં નવા કેસની સંખ્યા ૨૫ હજારની નજીક પહોંચશે તેવી સંભાવના દેખાઈ રહી છે.
ભારતમાં ૨૪ કલાકમાં વધુ ૨૯,૩૮૪ દર્દીઓ સાજા થવાની સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૨,૯૫,૪૮,૩૦૨ થઈ ગઈ છે. જ્યારે કુલ સંક્રમણનો આંકડો ૩,૦૪,૫૮,૨૫૧ પર પહોંચ્યો છે. ભારતમાં વધુ ૮૫૩ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક ૪ લાખને પાર કરીને ૪,૦૦,૩૧૨ પર પહોંચી ગયો છે.

કોરોનાના નવા કેસની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા પાછલા લાંબા સમયથી ઊંચી નોંધાઈ રહી છે જેના લીધે દરરોજ એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૫,૦૯,૬૩૭ પર પહોંચી છે.
દેશમાં ૧૬ જાન્યુઆરીએ વેક્સીનેશન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં અત્યાર સુધીમાં કુલ કોરોનાની રસીના ૩૪,૦૦,૭૬,૨૩૨ ડોઝ આપવામાં આવ્યા છે.

આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે પહેલી જુલાઈ સુધીમાં કુલ ૪૧,૪૨,૫૧,૫૨૦ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ૨૪ કલાકમાં વધુ ૧૮,૮૦,૦૨૬ સેમ્પલ લેવામાં આવ્યા છે.
સૌથી વધારે ૧.૨૨ લાખ મોત મહારાષ્ટ્રમાં થયા છે. કોરોનાની બીજી લહેર ૧૦ માર્ચથી શરૂ થઈ હતી. ત્યાર સુધી દેશમાં આ મહામારીથી ૧.૫૮ લાખ મોત થઈ ચુક્યા હતા. એટલે કે બીજી લહેરમાં લગભગ ૨.૫૦ લાખ લોકોના જીવ ગયા છે. આમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, કર્ણાટક, તમિલનાડુ, મિઝોરમ, ગોવા અને પુડ્ડુચેરી સામેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/