fbpx
રાષ્ટ્રીય

રસીનો સિંગલ ડોઝ ડેલ્ટા વેરિઅન્ટ સહિત અન્ય સ્ટ્રેન સામે ખૂબ જ અસરકારક

દુનિયામાં અત્યારે કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટે ખોફ મચાવ્યો છે. અનેક દેશોમાં ડેલ્ટા વેરિયન્ટના કારણે ફરી કોરોના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. આ વેરિયન્ટ એટલું સંક્રામક અને ઘાતક છે કે તેના પર વેક્સિનની અસર પણ વધારે નથી થતી. જાે કે ડેલ્ટા વેરિયન્ટ પર દરેક વેક્સિન કંપની પોતાના દાવા કરી રહી છે. હવે જાેનસન એન્ડ જાેનસન કંપનીએ દાવો કર્યો છે કે તેની વેક્સિનનો સિંગલ ડોઝ કોવિડ-૧૯ વેક્સિના ડેલ્ટા વેરિયન્ટ અને વાયરસના અન્ય સ્ટ્રેન પર ઘણો અસરકારક છે.

જાેનસન એન્ડ જાેનસનનું કહેવું છે કે તેની વેક્સિન સંક્રમણની વિરુદ્ધ લાંબા સમય સુધી બમણી સુરક્ષા આપે છે. કંપનીના ડેટા પ્રમાણે તેની વેક્સિન લેનારા લોકોમાં ૮ મહિના સુધી ઇમ્યુન રિસ્પોન્સ જાેવા મળ્યો છે. કંપનીનું કહેવું છે કે આની વેક્સિન ૮૫ ટકા સુધી પ્રભાવશાળી છે. સાથે જ આ હૉસ્પિટલમાં ભરતી થવા અને મોતથી બચાવે છે. જાેનસન એન્ડ જાેનસન સંશોધન વડા પ્રમુખ ડોક્ટર મથાઈ મેમેને કહ્યું કે, “૮ મહિનાના ડેટામાં જાણવા મળ્યું છે કે જાેનસન એન્ડ જાેનસનની સિંગલ શૉટ વેક્સિન મજબૂત ન્યુટ્રલાઇજિંગ એન્ટીબોડી બનાવે છે જે સમયની સાથે સાથે વધતી જાય છે.”

કંપનીનું કહેવું છે કે, ડેટામાં જાેનસન એન્ડ જાેનસનની વેક્સિન લેનારા લોકોમાં ડેલ્ટા સહિત તમામ વેરિયન્ટની વિરુદ્ધ મજબૂત ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડી મળી છે. કંપનીએ પોતાની વેક્સિનનો ડેટા હ્ર્વૈઇટૈદૃ પર પ્રીપ્રિન્ટ તરીકે સબમિટ કર્યો છે. જાે કે આ સ્ટડીની સમીક્ષા અત્યારે નથી કરવામાં આવી. વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે કોરોના વેરિયન્ટનું ડેલ્ટા વેરિયન્ટ અનેક દેશોમાં ફેલાઈ ચુક્યું છે અને આવનારા સમયમાં આ સૌથી ઘાતક બની શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/