fbpx
રાષ્ટ્રીય

વોડા-આઇડિયાને ઝટકો, સુપ્રીમ કોર્ટે AGR માં સુધારણાની અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે એજીઆર લેણાના રિકમ્પ્યૂટેશનની અરજી નામંજૂરી કરી છે. ઉલ્લેખનીય છે કે, ટેલિકોમ કંપનીઓએ એજીઆરની ગણતરી કરવાની પદ્ધતિમાં સુધારણા કે ફેરફાર કરવાની અરજી દાખલ કરી હતી. આ અરજી એરીથમેટિક એરરનો હવાલો આપતા દાખલ કરવામાં આવી હતી. જાે કે વોડાફોન- આઇડિયાને મોટો ઝટકો આપતા સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે.

આ કેસની સુનાવણી જસ્ટિસ એલએન રાવ અને હરિકેશ રાયની બેંચ કરી રહી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે આ કંપનીઓના બાકીના ૯૩,૫૨૦ કરોડ રૂપિયાના એજીઆર ચૂકવવાના બાકી માટે ૧૦ વર્ષનો સમય આપ્યો હતો. જસ્ટિસ એલએન રાવની અધ્યક્ષતાવાળી આ બેંચે સુપ્રીમ કોર્ટના જ પાછલા ર્નિણયનો હવાલો આપતા કહ્યું કે, એજીઆરના બાકી માટે ફરી એસેસમેન્ટ કરવામાં નહિં આવે.

નોંધનીય છે કે, ટેલિકોમ કંપનીઓને એજીઆરના ત્રણ ટકા સ્પેક્ટ્રમ ફીસ અને ૮ ટકા લાયસન્સ ફીસ તરીકે સરકારને આપવાના હોય છે. કંપનીઓ એજીઆરની ગણતરી ટેલિકોમ ટ્રિબ્યુનલના ૨૦૧૫ના ર્નિણયના આધારે નક્કી કરતી હતી. ટ્રિબ્યુનલે એ સમયે કહ્યું હતું કે, ભાડું, સ્થાયી મિલકતોના વેચાણના લાભ, ડિવિડન્ડ અને વ્યાજ જેવી નોન મેજર સ્ત્રોતોથી મળેલ આવકને છોડીને બાકી આવક એજીઆરમાં સામલ હશે. જ્યારે ટેલિકોમ વિભાગ ભાડું, સ્થાયી મિલકતના વેચાણનો નફો અને ભંગારના વેચાણથી મળતી રકમને પણ એજીઆરમાં માને છે. આ આધારે તે કંપનીઓ પાસેથી બાકી ચાર્જિસની માંગ કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/