ઝારખંડના ધનબાદમાં મોર્નિંગ વોક કરતા જ્જને રિક્ષાએ ટક્કર મારતા મોત. પોલીસે અત્યાર સુધી રિક્ષા ચાલક અને બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી
ઝારખંડના ધનબાદમાં મોર્નિંગ વોક કરી રહેલા જિલ્લા તથા સત્ર ન્યાયાધીશ ઉત્તમ આનંદના દુર્ઘટનામાં મોતનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનએ સુપ્રીમ કોર્ટને આ સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસની માંગ કરી છે. એસસીબીએએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે આ મામલાની સ્વતંત્ર તપાસ થવી જાેઈએ કારણ કે જે રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, તેની પાછળ મોટું કાવતરું હોઈ શકે છે.
ઝારખંડના ધનબાદમાં જિલ્લા અને એડિશનલ જજ ઉત્તમ આનંદની હત્યા કેસમાં ગુરુવારે બપોરે ઝારખંડ પોલીસે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે. એડીજી અભિયાન સંજય આનંદ લાટ્કરના નેતૃત્વમાં આ ટીમ તપાસ કરશે. એસઆઇટી બોકારો ડીઆઇજી અને એસએસપી ધનબાદને પણ સામેલ કરવામાં આવ્યા છે. ઝારખંડ પોલીસના પ્રવક્તા અમોલ બી હોમકરે જણાવ્યું છે કે, સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં રિક્ષા ચાલક અને બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી લીધી છે.
મુખ્ય ન્યાયાધીશ જસ્ટિીસ એનવી રમન્નાએ કહ્યું કે, તેમણે ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે વાત કરી છે. હાઈકોર્ટે મામલાની જાતે ગંભીર નોંધ લેતા ધનબાદના પોલીસ અધિકારીને સમન્સ પાઠવ્યા છે. હાઈકોર્ટ આ મામલાને જાેઈ રહી છે.
મૂળે, મોર્નિંગ વોક પર ગયેલા જજ ઉત્તમ આનંદની દુર્ઘટનામાં મોતના જે સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે, તેનાથી ઘણે અંશે એવું સ્પષ્ટ થયું છે કે ઓટો ડ્રાઇવરે ટક્કર જાણીજાેઈને મારી છે. પૂર્વ ધારાસભ્યના નજીકના રંજય હત્યાકાંડ જેવા અનેક અગત્યના કેસોની સુનાવણી કરનારા જજના મોતને હત્યાનો મામલો માનીને પોલીસ દરેક પાસા પર તપાસ કરી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે ટૂંક સમયમાં આ કાંડનો ખુલાસો કરી આરોપીઓને સજા અપાવવામાં આવશે. બીજી તરફ, ધારાસભ્યએ આ મામલામાં સીબીઆઇ તપાસની માંગ કરી છે.
નોંધનીય છે કે, ધનબાદના જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ઉત્તમ આનંદ બુધવાર સવારે મોર્નિંગ વોક કરી રહ્યા હતા. ત્યારે રણધીર વર્મા ચોક પાસે એક ઓટોએ તેમને ટક્કરશ મારી દીધી હતી. જજને મારવામાં આવેલી આ ટક્કરના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જાેવા મળી રહ્યું છે કે ટેમ્પો જેવી ઓટો પહેલા સીધા રસ્તા પર જઈ રહી હતી અને જજ રસ્તા કિનારે ચાલી રહ્યા હતા. પરંતુ અચાનક રસ્તા કિનારે આવીને ઓટો જજને ટક્કર મારી ફરાર થઈ જાય છે. હવે પોલીસ આ મામલામાં હત્યાના એન્ગલથી પણ તપાસ કરી રહી છે પરંતુ મીડિયાથી અંતર રાખવામાં આવ્યું છે.
Recent Comments