fbpx
રાષ્ટ્રીય

ગોવામાં બીચ પર બે સગીરા સાથે સામૂહિક બળાત્કાર થયો. માતા-પિતા આત્મમંથન કરે તેમના બાળકો મોડી રાત સુધી બીચ પર શું કરતા હતાઃ ગોવા મુખ્યમંત્રી

ગોવામાં બીચ પર બે સગીરા સાથે થયેલા કથિત સામૂહિક બળાત્કારના કેસમાં મુખ્યમંત્રી પ્રમોદી સાવંતે રાજ્ય વિધાનસભામાં એક વિવાદિત નિવેદન આપ્યું છે. હવે મુખ્યમંત્રીના આ નિવેદનને લઈ વિપક્ષ ટિકા કરી રહ્યું છે. સાવંતે કથિત રીતે કહ્યું હતું કે, માતા-પિતાને એ આત્મમંથન કરવાની જરૂર છે કે તેમના બાળકો રાતે આટલી મોડી રાત સુધી બીચ પર શું કામ હતા.

સાવંતે સદનમાં એક નોટિસ પર ચર્ચા દરમિયાન બુધવારે કહ્યું, જ્યારે ૧૪ વર્ષના બાળકો આખી રાત બીચ પર રહે છે તો માતા-પિતાએ આત્મમંથન કરવાની જરૂર છે. અમે ફક્ત એટલા માટે સરકાર અને પોલીસ પર જવાબદારી નથી નાંખી શકતા કે બાળકો સાંભળતા નથી.

ગૃહ વિભાગની જવાબદારી સંભાળનાર સાવંતે કહ્યું કે, પોતાના બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી તેમના માતા-પિતાની છે અને તેમણે પોતાના બાળકો, ખાસ કરીને સગીરોને આખી રાત બહાર ન રહેવા દેવા જાેઇએ. કોંગ્રેસના ગોવાના પ્રવક્તા અલ્ટોન ડીક્રોસ્ટાએ ગુરુવારે કહ્યું કે, રાજ્યમાં કાયોદ વ્યવસ્થાની સ્થિતિ બગડી ગઈ છે. તેમણે કહ્યું કે, રાતે બહાર ફરતી વખતે અમેરા કેમ ડરવું જાેઇએ. ગુનેગારોને જેલમાં હોવું જાેઇએ અને કાયદાનું પાલન કરનારા નાગરિકોને બહાર આઝાદીથી ફરવું જાેઇએ.

ગોવા ફોરવર્ડ પાર્ટીના ધારાસભ્ય વિજય સરદેસાઇએ કહ્યું કે, આ શરમજનક છે કે મુખ્યમંત્રી આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે. તેમણે કહ્યું, નાગરિકોની સુરક્ષાની જવાબદારી પોલીસ અને રાજ્ય સરકારની છે. જાે તેઓ આપણને સુરક્ષા આપી શકતા ન હોય તો તેમને મુખ્યમંત્રી પદ પર રહેવાનો કોઈ હક્ક નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/