fbpx
રાષ્ટ્રીય

પત્નીની મરજી વગર સંબંધો બનાવવા ગેરકાયદે નહીંઃ મુંબઇ સેશન કોર્ટ

મેરિટલ રેપ (પત્નીની મરજી વગર શારીરિક સંબંધ રાખવા)ના કેસમાં ૭ દિવસની અંદર દેશની બે કોર્ટ દ્વારા અલગ અલગ ચુકાદા આપવામાં આવ્યા છે. કેરળ હાઈકોર્ટે ૬ ઓગસ્ટે એક ર્નિણયમાં કહ્યું હતું કે, મેરિટલ રેપ ક્રૂરતા છે અને તે ડિવોર્સનો આધાર બની શકે છે. જ્યારે મુંબઈ સિટી એડિશનલ સેશન કોર્ટનું કહેવું છે કે, પત્નીની ઈચ્છા વગર યૌન સંબંધ બનાવવા ગેરકાયદે નથી.
મુંબઈની એક મહિલાએ સેશન કોર્ટમાં કહ્યું કે, પતિની જબરજસ્તીના કારમે તેના કમરમાં લકવો આવી ગયો છે. તે સાથે જ પીડિતે તેના પતિ અને સાસરીવાળાઓ સામે દહેજ માટે ત્રાસ આપવાનો કેસ પણ કર્યો છે. જ્યારે આરોપી અને તેના પરિવારે કેસને ખોટો ગણાવીને આગોતરા જામીન અરજી પણ કરી હતી અને કોર્ટે તેને મંજૂર કરી છે.

આ કેસમાં ગુરુવારે સુનાવણી દરમિયાન જજ એસ જે ધરતે કહ્યું કે, મહિલાનો આરોપ કાયદાકીય તપાસમાં આવતી નથી. તે ઉપરાંત કહ્યું છે કે, જાે તે પત્ની સાથે સંબંધ બનાવી રહ્યા છે તો તેને ગેરકાયદે પણ કહી શકાય નહીં. તેણે કોઈ ખોટું કામ કર્યું નથી.

જજે કહ્યું- મેરિટલ રેપ ભારતમાં ગુનો નથી. જાેકે મહિલા લકવાગ્રસ્ત થઈ તે ખૂબ ખરાબ વાત છે. પરંતુ તેના માટે આખા પરિવારને જવાબદાર ના ગણાવી શકીએ. આ મુદ્દે કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનની જરૂર પણ નથી. કોર્ટે કહ્યું કે, મહિલાએ દહેજના ત્રાસનો આરોપ તો લગાવ્યો છે પરંતુ એવુ નથી કહ્યું કે, સાસરીવાળાએ દહેજમાં શું શું માંગ્યું છે.

મહિલાનો આરોપ- લગ્નના એક મહિના પછીથી જ જબરજસ્તી સંબંધ બનાવી રહ્યો છે પતિ પીડિત મહિલાએ કહ્યું છે કે, તેમના લગ્ન નવેમ્બર ૨૦૨૦માં થયા હતા અને લગ્નના એક મહિના પછીથી જ પતિએ તેની સાથે જબરજસ્તી સંબંધ બનાવવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન જાન્યુઆરીમાં તબિયત ખરાબ થતાં તે ડોક્ટર પાસે ગઈ તો ખબર પડી કે તેની કમર નીચેના ભાગમાં લકવાની અસર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/