fbpx
રાષ્ટ્રીય

અશરફ ગની તાજિકિસ્તાનમાં કે ઓમાનમાં નહીં યુએઇમાં

અમરુલ્લાહની તાલિબાન સામે જંગ જારી રાખવાની પ્રતિજ્ઞા
અમરુલ્લાહે પોતાને અફઘાનિસ્તાનનો વર્તમાન કાર્યવાહક રાષ્ટ્રપતિ ગણાવ્યા

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા પછી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને જઈ ચૂક્યા છે. પહેલા કહેવાતું હતું કે અશરફ ગનીએ તાજિકિસ્તાનમાં આશરો લીધો છે, પરંતુ પછી કહેવાયું હતું કે તે તાજિકિસ્તાનથી ઓમાન જતાં રહ્યા હતા. હવે સમાચાર આવ્યા છે કે અશરફ ગનીએ યુએઇની રાજધાની અબુધાબીમાં શરણ લીધી છે. તેઓ હવે અબુધાબીમાં જ રહેશે. આ પહેલા રશિયાના સરકારી મીડિયાએ દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનથી ભાગતા-ભાગતા રાષ્ટ્રપતિ અશરફ ગનીએ બેગોમાં ઠૂંસી-ઠૂંસીને નોટો ભરી હતી. પણ જગ્યા ઓછી હોવાના લીધે નોટો ભરેલી કેટલીક બેગ તેમણે રનવે પર જ છોડી દેવી પડી હતી. આ દરમિયાન અફઘાનિસ્તાનની સ્થાનિક એજન્સીએ જણાવ્યું હતું કે તાલિબાનના રાજકીય કાર્યાલયના સભ્ય અનસ હક્કાનીએ કાબુલમાં અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હમિદ કરઝાઈ અને અબ્દુલ્લા અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી. મંગળવારે અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે જાહેરાત કરી છે કે તે દેશમાં જ છે અને વૈધ કાર્યવાહક રાષ્ટ્રપતિ છે. આ પહેલા સમાચાર હતા કે સાલેહ પણ ગનીની સાથે દેશ છોડીને જતાં રહ્યા છે. સાલેહે એક ટ્‌વીટમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની ગેરહાજરી, પલાયન, મૃત્યુની સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ કાર્યવાહક રાષ્ટ્રપતિ હોય છે. હું હાલમાં દેશની અંદર છું અને બંધારણ મુજબ કાર્યવાહક રાષ્ટ્રપતિ છું. હું બધા નેતાઓના સમર્થન અને સહમતી માટે સંપર્ક કરી રહ્યો છું.
તેમણે બીજી ટ્‌વીટમાં જાે બાઇડેન પર નિશાન સાધીને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન અંગે હવે જાે બાઇડેનની સાથે ચર્ચા કરવી બેકાર છે. અફઘાનોએ સાબિત કરવું પડશે કે અફઘાનિસ્તાન વિયેતનામ નથી અને તાલિબાન પણ ક્યાંય વિયેતનામના સામ્યવાદીઓ જેવા નથી. યુએસ-નાટોથી વિપરીત અમે જુસ્સો ગુમાવ્યો નથી અને આગળ અપાર સંભાવનાઓ જાેઈ રહ્યા છીએ. ચેતવણીઓ પૂરી થઈ, વિરોધમાં સામેલ થાવ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/