fbpx
રાષ્ટ્રીય

ડોલર ઉછ ફ્રી નવ મહિનાની ટોચે પહોંચ્યો

અમેરિકામાં હાલ સ્ટીમ્યુલ્સના સ્વરૂપમાં ફેડરલ રિઝર્વ દ્વારા દર મહિને સરેરાશ મંથલી આશરે ૧૨૦ અબજ ડોલરનું બોન્ડ બાઈંગ કરવામાં આવે છે અને હવે ત્યાં ફુગાવો વધતાં તથા અર્થતંત્રમાં રિકવરીના સંકેતો મફ્રતાં આગફ્ર ઉપર ત્યાં આવા બોન્ડ બાઈંગનું પ્રમાણ ચાલુ વર્ષના અંત સુધીમાં ઘટાડવામાં આવશે એવા સંકેતો ફેડરલ રિઝર્વની છેલ્લી મિટિંગની બહાર પાડવામાં આવેલી મિનિટસમાં વહેતા થયા છે અને આની અસર વૈશ્વિક કરન્સી બજારમાં ડોલરના ભાવ પર પોઝીટીવ પડી હોવાનું કરન્સી બજારના જાણકારોએ જણાવ્યું હતું.

વિશ્વબજારમાં આજે ડોલરના ભાવ ઉછફ્રી નવ મહિનાની ટોચે પહોંચ્યા હતા. વિશ્વબજારમાં આજે ડોલર સામે વિશેષરૂપે યુરોપીયન કરન્સી યુરોના ભાવ તથા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની કરન્સીના ભાવમાં નોંધપાત્ર પીછેહટ દેખાયાના નિર્દેશો હતા.ડોલર સામે યુરોના ભાવ ઘટી ૧/૧૬૮૪ ડોલર રહ્યા હતા જ્યારે ન્યુઝીલેન્ડની કરન્સી ઘટી ૦/૬૮૪૮ ડોલરના મથાફ્રે ટ્રેડ થતી જાેવા મફ્રી હતી. બેંક હોલીડેના કારણે મુંબઈ કરન્સી બજાર આજે બંધ રહી હતી.

દરમિયાન, ઓસ્ટ્રેલીયન ડોલરના ભાવ ઘટી ૦/૭૨૧૨૫ ડોલર થઈ ૦/૭૨૫૬૫ ડોલર બોલાઈ રહ્યા હતા. ઓસ્ટ્રેલીયામાં જાેબગ્રોથના આંકડા સારા આવતાં ઓસ્ટ્રેલીયન ડોલરના ભાવ ઘટયા મથાફ્રેથી સહેજ વધી આવ્યા હતા. વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ઈન્ડેક્સ વધી ૯૩.૩૪થી ૯૩.૩૫ના સ્તરે પહોંચ્યો હતો. અમેરિકામાં ફેડરલ રિઝર્વની છેલ્લી મિટિંગ ૨૭- ૨૮ જુલાઈના મફ્રી હતી અને આ મિટિંગની મિનિટ્‌સ બુધવારે બહાર પડી હતી.

અમેરિકામાં હવે પછી રોજગારીની તકો કેવી વધે છે તેના પર નજર રાખવામાં આવી રહી છે એવું ફેડરલ રિઝર્વના સૂત્રોએ જણાવ્યું હતું. સરકાર જ્યારે બોન્ડ બાઈંગ ઘટાડે છે ત્યારે નાણા બજારમાં કરન્સીની પ્રવાહીતા ઘટતી હોય છે અને કરન્સીના ભાવ ઉંચકાતા હોય છે. હવે ફેડરલ રિઝર્વનું વાર્ષિક સંમેલન ૨૬- ૨૮ ઓગસ્ટમાં યોજવામાં આવનાર છે અને તેના પર કરન્સી બજારના સૂત્રોની નજર રહી છે. ન્યુઝીલેન્ડમાં વ્યાજના દર વધશે એવી શક્યતા તાજેતરમાં બતાવાતી હતી પરંતુ ત્યારબાદ ત્યાં કોરોનાના કેસો બહાર આવતાં ત્યાં વ્યાજ દરનો વધારો પાછો ઠેલવામાં આવ્યાના નિર્દેશો હતા અને તેની અસર વિશ્વબજારમાં ન્યુઝીલેન્ડની કરન્સી પર નબફ્રાઈની જાેવા મફ્રી હતી. ન્યુઝીલેન્ડ ઉપરાંત ઓસ્ટ્રેલીયામાં પણ ડેલ્ટા વાયરસના કેસો વધ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/