fbpx
રાષ્ટ્રીય

કાબુલથી ભારત આવેલા લોકોમાં કોરોના પોઝિટિવ આવતા ક્વોરન્ટીન કરાયા

અફઘાનિસ્તાનથી ભારત આવેલા ૭૮ લોકોમાંથી ૧૬ને કોરોના પોઝિટિવ આવ્યા

અફઘાનિસ્તાનથી ભારત આવેલા ૭૮ લોકોમાંથી ૧૬ને કોરોના પોઝિટિવ આવ્યા છે. તમામ ૭૮ લોકોને ક્વોરન્ટીન કરાયા છે. આ તમામ ૧૬ લોકોમાં કોરોનાનાં કોઈ લક્ષણ નથી. ૧૬ લોકોમાં ત્રણ શીખ પણ સામેલ છે, જેઓ કાબુલથી શ્રી ગુરુ ગ્રંથ સાહિબની ત્રણ કોપી માથા પર ઉઠાવીને લાવ્યા હતા. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી દિલ્હી એરપોર્ટ પર એક કોપીને પોતાના મસ્તક પર રાખીને ચાલ્યા હતા. અત્યારસુધી ૬૨૬ લોકોને અફઘાનિસ્તાનથી ભારત લવાયા છે, જેમાં ૭૭ અફઘાનિસ્તાની શીખ, ૨૨૮ ભારતીય છે. વિશ્વની મોટી અર્થવ્યવસ્થાવાળા ૭ દેશ (ય્૭)એ સોમવારે તાલિબાનને સ્પષ્ટ કહ્યું છે કે ૩૧ ઓગસ્ટ પછી પણ અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને કાઢવા માટે ઓપરેશન ચાલુ રહેશે. તાલિબાનને બસ એટલું કહેવાનું છે કે તે સુરક્ષિત રસ્તો આપે. આ સમૂહમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી અને જાપાન દેશ સામેલ છે. જાે બાઈડને કહ્યું હતું કે કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલો થઈ શકે છે તેથી અમે સેનાને વધારે સમય ત્યાં રોકી શકીએ તેમ નથી.

સમૂહે કહ્યું હતું કે અફઘાનિસ્તાનના લોકોનું જીવન સુરક્ષિત બને એ અમારી જવાબદારી છે. અમારી કોશિશ હશે કે મહિલાઓના અધિકાર સહિત આતંકવાદ અને માનવાધિકાર પ્રત્યે તાલિબાનને જવાબદાર બનાવવામાં આવશે. બીજી તરફ યુરોપીય સંઘે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડન સમક્ષ એવી માગ કરી છે કે રેસ્ક્યૂ-ઓપરેશન પૂર્ણ થાય ત્યાં સુધી અમેરિકાની સેના કાબુલ એરપોર્ટ પર તહેનાત રહે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને (ય્૭) સામેલ દેશોને કહ્યું કે ૩૧ ઓગસ્ટ સુધી કોઈપણ સંજાેગોમાં અમેરિકાની સેના અફઘાનિસ્તાન નહીં છોડે. તેમણે કહ્યું હતું કે કાબુલ એરપોર્ટનું સંચાલન હાલ અમારી સેના કરી રહી છે, પરંતુ સ્થિતિ એવી છે કે તેઓ પર ગમે ત્યારે મોટો હુમલો થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીએ તો સમયસર અહીંથી નીકળવું જ યોગ્ય છે. બાઈડનનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે તાલિબાની પ્રવક્તા છેલ્લા બે દિવસથી અમેરિકાને સતત સમયસર દેશ છોડવાની ચેતવણી આપી રહ્યા છે. તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેણે અમેરિકાને ચેતવણી આપી હતી કે કોઈપણ સ્થિતિમાં નાટોની સેના ૩૧ ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાન છોડી જતા રહે. અમે નક્કી કરાયેલો સમય વધારવા માંગતા નથી. અમેરિકાને અનુરોઘ છે કે તેઓ અફઘાનિસ્તાનના સારા માણસોને ન લઈને જાય. ઝબીહુલ્લા મુજાહિદે કહ્યું કે અમેરાકાએ ડોક્ટરો, ઈન્જીનિયરો અને ભણેલા લોકોને પોતાના દેશમાં આવવા માટે પ્રોત્સાહન ન આપવું જાેઈએ. એરપોર્ટ પર અફરાતફરીના માહોલને કારણે અફઘાનીસ્તાનના નાગરિકોને એરપોર્ટ જવા દેવામાં આવતા નથી. તાલિબાને અફઘાનિસ્તાનના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ દેશ છોડીને ન જાય. મહિલાઓએ પોતાની સુરક્ષા માટે ઘરમાં જ રહેવું જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/