fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં રહેશે ઉપસ્થિત

હજુ સુધી આ પ્રવાસ અંગે ઓફિશિયલ જાહેરાત થઇ નથી ઃ પરંતુ વિજય રૂપાણીની દુબઈ પ્રવાસની મંજૂરી હજુ સુધી પીએમઓ ઓફિસથી મળી નથી, તો વડાપ્રધાન અમેરિકાના પ્રવાસે જશે…???

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને અમેરિકાના પ્રવાસે જઇ શકે છે. જાેકે, હજુ સુધી આ પ્રવાસ અંગે ઓફિશિયલ જાહેરાત થઇ નથી. ન્યૂઝ એજન્સી એએનઆઇ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ ત્રીજા અઠવાડિયામાં યોજાઇ શકે છે. પીએમ મોદી વાર્ષિક ઉચ્ચ સ્તરીય સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક જશે. ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો એક અસ્થાયી સભ્ય છે, અને તેના એક મહિનાની અધ્યક્ષતા ગત મહિને જ સમાપ્ત થઇ છે. મહત્વપૂર્ણ છે કે જાે બિડેનના રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન મોદીનો આ પ્રથમ પ્રવાસ હશે. આ પહેલા તે ૨૦૧૯માં અમેરિકા ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતમાં અમેરિકાના પ્રવાસે જઈ શકે છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલેથી જણાવ્યું હતું કે આ પ્રવાસ માટેની તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન મોદીની મુલાકાતની જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું હતું કે કાર્યક્રમ હજુ ફાઇનલ થવાનો બાકી છે. પ્રારંભિક યોજના અનુસાર, માનવામાં આવે છે કે વડાપ્રધાન મોદી ૨૩-૨૪ સપ્ટેમ્બરના રોજ અમેરિકાની મુલાકાત લઈ શકે છે.

વડાપ્રધાન મોદીની છેલ્લી અમેરિકા મુલાકાત ૨૦૧૯માં થઈ હતી. આ દરમિયાન મોદી અને યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હ્યુસ્ટનમાં પ્રવાસી ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. મોદીની અમેરિકાની મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્યારે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની વાપસી બાદ તાલિબાન સાથેના સંબંધો અંગે અનિશ્ચિતતા બનેલી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડન સાથે વડાપ્રધાન મોદીની આ પ્રથમ વ્યક્તિગત મુલાકાત હશે. વોશિંગ્ટનની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (ેંદ્ગય્છ)ના ઉચ્ચ સ્તરીય વાર્ષિક સત્રમાં હાજરી આપવાના છે.

વડાપ્રધાન મોદી ૨૫ સપ્ટેમ્બરે આ ઉચ્ચ સ્તરીય વાર્ષિક સત્રને સંબોધન કરી શકે છે. તાલિબાનના કબજા પછી રાજકીય સંકટનો સામનો કરી રહેલો અફઘાનિસ્તાન આ વખતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં મહત્ત્વનો મુદ્દો બની શકે છે. આ વર્ષે જાન્યુઆરીમાં જાે બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન મોદીનો આ પ્રથમ અમેરિકાનો પ્રવાસ હશે. આ પહેલાં વર્ચ્યુઅલ રીતે બંને નેતાઓ વચ્ચે ઊેંછડ્ઢ અને ય્-૭ બેઠકોમાં મુલાકાત થઈ ચૂકી છે. વોશિંગ્ટનમાં મીડિયા સાથે વાતચીતમાં વિદેશસચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ સંકેત આપ્યા હતા કે ઊેંછડ્ઢ દેશો (ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા)ની પણ બેઠક મળી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા, અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનનાં પગલાં પર ધ્યાન કેન્દ્રીય કરી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/