શેરબજારનો નવો રેકોર્ડ:સેન્સેક્સ ૯૫૮ અંક વધ્યો
આ પહેલા અમેરિકાનું શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. ડાઉ જાેન્સ ૧ ટકા વધી ૩૪૨૫૮ પર બંધ થયું હતું. નેસ્ડેક ૧.૦૨ ટકાના વધારા સાથે ૧૪૮૯૬ અને જીશ્ઁ ૫૦૦ ૦.૯૫ ટકા ઘટી ૪૪૧૬ પર બંધ થયો હતો.યુએસ ફેડે વ્યાજ દરોને યથાવત રાખવાનો ર્નિણય કર્યો છે. યુએસ ફેડએ કહ્યું છે કે ઈકોનોમિને બુસ્ટ કરવાના જે પણ પગલા ભરવામાં આવી રહ્યાં છે, તે આગળ પણ ચાલુ રહેશે. ેંજી ફેડે એ સંકેત આપ્યા છે કે આગળ જતા બોન્ડની ખરીદી ઓછી કરવામાં આવશે.ભારતીય શેરબજારોમાં આજે રેકોર્ડ વધારો જાેવા મળ્યો હતો. સેન્સેક્સ ૯૫૮ અંક વધી ૫૯૮૮૫ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૭૬ અંક વધી ૧૭૮૨૨ પર બંધ રહ્યો હતો. મ્જીઈ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ૨૬૦ લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી ગઈ છે.
સેન્સેક્સ પર બજાજ ફિનસર્વ, લાર્સન, એચડીએફસી, એક્સિસ બેન્ક, જીમ્ૈં સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ ૫.૧૫ ટકા વધી ૧૮૫૧૯.૩૫ પર બંધ રહ્યાં હતા. લાર્સન ૩.૪૬ ટકા વધી ૧૭૭૦.૦૦ પર બંધ રહ્યો હતો. જાેકે ડો.રેડ્ડી લેબ્સ, ૈં્ઝ્ર, નેસ્લે, ૐેંન્, ભારતી એરટેલ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ડો.રેડ્ડી લેબ્સ ૧.૦૭ ટકા ઘટીને ૪૭૯૬.૦૦ પર બંધ રહ્યો હતો. ૈં્ઝ્ર ૦.૪૧ ટકા ઘટી ૨૪૨.૪૦ પર બંધ રહ્યો હતો. મ્જીઈ પર ૨૩૬૫ શેર્સમાં કારોબાર થયો. જેમાંથી ૧૮૭૮ શેર્સ વધારા સાથે અને ૩૯૯ શેર્સ લાલ નિશાનમાં કારોબાર કરતા જાેવા મળ્યા. તેની સાથે જ મ્જીઈ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ૨૬૦ લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી ગઈ છે. સેન્સેક્સ બુધવારે ૭૮ પોઈન્ટ ઘટી ૫૮૯૨૭ પર અને નિફ્ટી ૧૫ પોઈન્ટ ઘટી ૧૭૫૪૬ પર બંધ થયો હતો.
Recent Comments