fbpx
રાષ્ટ્રીય

નાણાકીય સહાય મેળવવી બંધારણીય અધિકાર નથી : સુપ્રીમ કોર્ટ


અલ્હાબાદ હાઇકોર્ટે ધ ઇન્ટરમીડિયેટ એજ્યુકેશન એક્ટ ૧૯૨૧ હેઠળ રચાયેલા નિયમ ૧૦૧ના આદેશને ઉત્તરપ્રદેશ સરકારે ગેરબંધારણીય ગણાવીને પડકાર્યો તેના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે આ નિરીક્ષણ કર્યુ હતું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હવે સહાય મેળવવી તે બંધારણીય અધિકાર નથી ત્યારે આ ર્નિણયના અમલીકરણને પડકારવાની ક્ષમતા મર્યાદિત બની જાય છે. બેન્ચે જણાવ્યું હતું કે નીતિગત ર્નિણય જાહેર હિતમાં લેવાય છે. આ પ્રકારના ર્નિણયને પડકારી શકાતા નથી સિવાય કે તેમા આત્યંતિક હદ સુધીનું વિવેકમુનસફીપણું હોય. બેન્ચે જણાવ્યું હતું કે વહીવટી સત્તા વૈધાનિક સત્તાનો અવશેષ છે, આથી સત્તાના કથિત અમલીકરણની વાત આવે ત્યારે અસ્પષ્ટ કાયદામાં સુધારાને ફક્ત અંદાજ કે અટકળના આધારે પડકારી ન શકાય.સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સહાય મેળવવી તે કંઈ બંધારણીય અધિકાર નથી. સરકાર શિક્ષણ સંસ્થાઓને સહાય આપતી વખતે નાણાકીય મર્યાદા અને ખામીઓ સહિતના વિવિધ પરિબળો પર વિચાર કરી શકે છે.

હવે જ્યારે સંસ્થાઓને સહાય આપવાની વાત આવે છે ત્યારે તેમા લઘુમતી અને લઘુમતી ન હોય તેવી સંસ્થાઓ જેવો ભેદભાવ રાખી ન શકાય, એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. ન્યાયાધીશ એસ કે. કૌલ અને એમએમ સુંદરેશની બેન્ચે જણાવ્યું હતું કે સહાય મેળવવી તે બંધારણીય અધિકાર નથી.તેથી આ ર્નિણયના અમલીકરણને પડકારવાની સંભાવના અહીં ઘણી મર્યાદિત ઔરહે છે. બેન્ચે જણાવ્યું હતું કે હવે જ્યારે કોઈ સહાય પડતો મૂકવાનો ર્નિણય લેવાયો હોય તો પછી તે સંસ્થા અધિકારને આગળ ધરીને તેના માટે સવાલ ન ઉઠાવી શકે. કોઈપણ સંસ્થા માટે આ પ્રકારના પડકાર હોય જ છે. એક સંસ્થા માટે ગ્રાન્ટ ઉપલબ્ધ હોય છે તો તેના જેવી જ બીજી સંસ્થા માટે ગ્રાન્ટ ઉપલબ્ધ હોતી નથી. હવે જાે ગ્રાન્ટ મેળવવા માટે શૈક્ષણિક સંસ્થા તેના માટેની શરતો અને નિયમોનું પાલન કરવા માંગતી ન હોય તો તેણે ગ્રાન્ટ લેવાનો ઇન્કાર કરી દેવો જાેઈએ અને પોતાની રીતે સંસ્થા ચલાવવી જાેઈએ. આ સિવાય કોઈપણ સંસ્થા એમ ન કહી શકે કે મારી આ શરતોના આધારે મને ગ્રાન્ટ મળવી જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/