fbpx
રાષ્ટ્રીય

પંજાબ કોંગ્રેસનો ભડકો અન્ય રાજ્યોમા અસર કરશે કે શું….?


દેશમાં રાજકીય ક્ષેત્રે ચારે તરફ ગરમાવો વ્યાપી ગયો છે. પાંચ રાજયોની ચૂંટણીઓને લઈને ભાજપ કોઈ પણ પ્રકારે ચૂંટણી જીતવા અત્યારથી જ ચૂંટણી પ્રચારની દુદુભી મુકવાનું શરૂ કરી દીધુ છે. આવા સમયે કેન્દ્ર સરકારના નેતાગણને સૌથી મોટી ચિંતા ઉત્તર પ્રદેશની બની રહેવા સાથે કિસાન આંદોલને તેઓની ચિંતા વધારી દીધી છે. કિસાન આંદોલનને કારણે પંજાબમાં ભાજપ સાથે કોઈપણ પક્ષ સમજૂતી માટે તૈયાર નથી તો પંજાબમાં ભાજપને ઉમેદવાર મળશે કે કેમ તે ચિંતા વધુ રહી છે. જ્યારે ઉત્તર પ્રદેશના પશ્ચિમ યુપીમાં ભાજપ માટે કપરી સ્થિતિ બની રહી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં ભાજપના મજબૂત સાંસદ મમતાજી ટીએમસી સાથે બેસી જતા ભાજપને મોટો ફટકો પડ્યો છે તો ત્યાં આ ઉપરાંત ૩૨ ધારાસભ્યો ટીએમસીમાં જવા તલપાપડ છે.

બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ગત ચૂંટણી સમયે ભાજપાએ રાજ્યભરમાં દુર્ગા પૂજાને મહત્વ આપીને તેનો મુદ્દો બનાવ્યો હતો છતાં ભાજપની હાર ભાળવી પડી હતી. અને અત્યારે દુર્ગાપૂજાનો મુદ્દો ભાજપને નડી ગયો છે.મમતાએ દુર્ગા પૂજા બાબતે ભાજપને આડે હાથ લેતા તે ચૂંટણીમાં અસરદાર બની ગયો છે. આ વર્ષે ભાજપ દ્વારા દુર્ગાપૂજા બાબતે એક પણ પંડાલ ઊભો કર્યો નથી કે આ મુદ્દે કોઈ વાત કરી નથી. આવા કપરા સમયમાં જ પ્રશાંત કિશોરની સલાહથી રાહુલ ગાંધી ઈન્દિરા ગાંધી સ્ટાઈલ પંજાબમાં અપનાવી….. પરંતુ ઇન્દિરા ગાંધી નીતિ રિતી અપનાવતા પહેલા જે કાંઈ એક્શન લેવાના હોય તેનો ઊંડાણથી અભ્યાસ ઈન્દીરાજી કરતા હતા અને પછી એક્શન લેતા હતા જે બાબત રાહુલ ગાંધી સમજી શક્યા નથી પરિણામે પંજાબ કોંગ્રેસમાં અને સરકારમાં અફડાતફડી મચી ગઈ છે. તો ઉત્તરાખંડમાં પણ તેના પડઘા પડયા છે અને રાજસ્થાનમાં જાે આ જ પ્રકારે પંજાબની જેમ એક્શન લેવામા આવશે તો કોંગ્રેસ માટે રાજસ્થાનમાં પણ પંજાબ જેવી સ્થિતિ બની રહે તેવી સંભાવના વધુ છે…..!

દેશમાં કોંગ્રેસ માટે તો અત્યારે ત્રણ સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ બની રહી છે. સૌપ્રથમ કોંગ્રેસના ૨૩ ધૂરંધર નેતાઓએ કોંગ્રેસને દેશભરમાં ધબકતી કરવા માટે પત્ર લખ્યો જેને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને તેમના નજીકના ગણાતા નેતાઓએ વિરોધ કરી કોંગ્રેસના ૨૩ ધૂરંધરોને સાઇડલાઇન કરી દીધા. પછી પીકેની સલાહથી રાહુલ ગાંધીએ ઇન્દિરા ગાંધી નીતિ રિતી પંજાબમા અપનાવી પરંતુ અત્યારે કોંગ્રેસ માટે આ નીતી જાેખમરૂપ બની ગઈ છે…..! રાજકીય પંડિતોની ચર્ચા અનુસાર રાહુલ ગાંધી કે પ્રિયંકા વાડ્રાને જરૂરી રાજકિય જ્ઞાનની કમી છે….! દેશના દરેક રાજ્યની રાજકિય ચહલ પહલની તેઓને માહિતી હોવી જાેઈએ તેનો અભાવ છે. તો જે કોંગ્રેસના મજબૂત અને અનુભવી યોધ્ધાઓ હતા તેઓ પાસે કોઈ સલાહ લેવામાં આવતી નથી. અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખનુ કાયદાકીય રીતે પદ ખાલી છે. અને આ સમયે કેપ્ટનને પંજાબમાં સીએમ પદ પરથી દૂર કર્યા તથા પ્રદેશ પ્રમુખ તરીકે મહાત્વાકાંક્ષી સિધ્ધુને નિયુક્ત કર્યા જે રાહુલ ગાંધીની મોટામાં મોટી ભૂલ બની રહી છે….. અને કદાચ પંજાબમાં કોંગ્રેસને સત્તા ગુમાવવી પડશે તેવી શક્યતા વધી પડી છે….!

આ તકનો લાભ લેવા ભાજપના નેતાગણ. ઉઠાવવિ તૈયાર બેઠા હતા… કારણ પંજાબમાં તેમને માટે પગ મૂકવાની જગ્યા નહોતી તો કિસાન આંદોલન પણ નડી રહ્યું છે. ત્યારે કેપ્ટન અમરિંદર સાથે અમિત શાહની ૪૫ મિનિટની બેઠક બાદ એવી વાત બહાર આવી છે કે કૃષિ કાનુન બાબતે રસ્તો કાઢવામાં આવશે કદાચ પરત ખેચાય…..!!કે પછી કિસાન નેતાઓની માંગ અનુસાર એમએસપી નક્કી થાય…. છતાં કેપ્ટન ભાજપમાં ન જાય પરંતુ અલગ ચોકો ઊભો કરે અને ચૂંટણીમાં ભાજપથી સમજૂતી કરે તેવી શક્યતા વધી પડી છે…. પરિણામ સ્વરૂપ કોંગ્રેસને ફટકો નિશ્ચિંત…..! .

વંદે માતરમ્‌

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/