fbpx
રાષ્ટ્રીય

ચીને રોકાણકારોને ખેંચવા વિશ્વબેન્કને પણ દગાખોરી કરવા ચપેટમાં લીધી…..!

             દંભી ચીનની દગાખોરીને ઓળખવી વિશ્વના દેશો માટે પણ મોટો કોયડો છે.ચીને વિશ્વના બજારો પર કબ્જાે કરવા જે શિયાળ ચાલ ચાલી છે તેને વિશ્વના દેશો ઓળખી કે સમજી શક્યા ન હતા. જે તે દેશોમાં રોકાણ કરવા માટે જે સીઈઓ વિશ્વ બેન્કના  ડેટા પર વિશ્વાસ રાખતા હતા તેની પોલ બહાર આવી ગઈ છે. વ્યાપાર અને ઉદ્યોગોના કામકાજ બાબતે કયા દેશોમાં સરળતા છે તે બાબતે વિશ્વ બેંક દ્વારા દર વર્ષે બિઝનેસ અનુસંધાને જે તે દેશના રેન્કીગ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે... અને આ કારણે વિશ્વની જાયન્ટ કંપનીઓ તેમજ જે તે રોકાણકારો જે તે દેશોના રેન્કીગના વિશ્વાસ પર રોકાણ કરવાની પસંદગી કરવાની અનુકુળતા રહે છે... પરંતુ આ રિપોર્ટ રદ કરવાનું જાહેર કરી દીધું તે સાથે હવે પછી આ પ્રકારના અહેવાલ પ્રસિધ્ધ કરવામા નહિ આવે તેવી સ્પષ્ટતા કરવા સાથે છેલ્લા ત્રણ વર્ષના પ્રસિદ્ધ કરેલા અહેવાલ રદ ગણવા પણ કહી દીધું છે.

જેના કારણે વિશ્વના રોકાણકારોમાં ભારે હલચલ મચી ગઈ. વિશ્વ બેંકને આવો ર્નિણય કરવા પાછળનું કારણ ચીને વિશ્વમાં પોતાની ઇમેજ વધારવા ખોટા રસ્તે રેન્કિંગ દ્વારા સારામાં સારી સ્થિતી બતાવીને રોકાણકારોને આંખે પાટા બાંધી પોતાને ત્યાં એટલે કે ચીનમાં અબજાે- અબજાે રૂપિયાનું રોકાણ ખેંચી લીધું હતું. અને આ બાબતનું ચીનનું કૌભાંડ બહાર આવતા વિશ્વ બેન્કની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાની ધૂળધાણી થઈ ગઈ છે. ચીનની આ વિશ્વના રોકાણકારો સાથેની દગાખોરીના ષડયંત્રની ઘટના કોરોનાકાળ ૨૦૧૯ અગાઉની છે પરંતુ હવે તેની પોલ બહાર આવી છે વર્ષ ૨૦૧૮ માં. કોરોનાકાળ. પહેલા બેંકના સીઈઓ જ્યોર્જીવા હતા તેઓએ ચીનનો હાથો બની ચીનનું જે ખરેખર નીચું રેન્કિંગ હતું તે ઊંચું લઇ જવા બેંકના સંબંધિત કર્મચારીઓ પર દબાણ કર્યું હતું. અને એ રીતે લુચ્ચા ચીનના જાસૂસો એ વિશ્વ બેંકને પણ પોતાની ચપેટમાં લઈ લીધી હતી. હાલમાં ક્રિષ્ટાલિના આંતર રાષ્ટ્રીય નાણાં ભંડોળના મેનેજિંગ ડિરેક્ટર છે. પરંતુ ચીન સાથેની તેમની સાઠગાંઠ જાહેર થઇ જતાં તેઓ ખુલ્લા પડી ગયા છે પરિણામ સ્વરૂપ તેઓને તેમનું પદ છોડવા ફરજ પડશે…..!
વિશ્વ બેન્કના તમામ કારોબાર ઉપર નજર રાખતી વિજિલન્સ- એથિક્સ કમિટીને ૨૦૧૮ ના ચીનના રેન્કીગ પર શંકા કરી હતી. તેની તપાસમાં જાેયું કે ચીનના અગાઉના રેન્કીગ કરતા ઘણુંજ ઊંચું રેન્કીગ બતાવ્યું છે. જ્યારે કે ખરેખર તો ચીન આર્થિક રીતે બેહાલી તરફ જઇ રહ્યું હતું. વાસ્તવિક બતાવેલ રેન્કિંગ જેવુ કંઈ હતું જ નહીં. વિશ્વ બેન્કની વિજિલન્સ કમિટીએ એક ખાનગી કાનુની કંપનીને આ બાબતે તપાસનું કાર્ય સોંપ્યું અને તેની તપાસમાં ચીનની પોલ બહાર આવી. તે કાનૂની કંપનીએ સોંપેલ અહેવાલમાં સ્પષ્ટ જણાવવામાં આવેલ છે કે ક્રિસ્ટાલિના ચીન તરફ પક્ષપાત આચરતા હતા. જાેકે ક્રિસ્ટાલિના પોતાનો બચાવ નિર્દોષ હોવાનો કરી રહે છે. ચીન પોતાની સ્વાર્થ વૃત્તિને લઈને વિશ્વના દેશો સાથે દગાખોરી કરતું રહ્યું છે. વિશ્વના દેશોમાં દરેક બાબતમાં લોબીગ કરીને ભ્રષ્ટ રીત રસમો અપનાવે છે એ બાબત નવી નથી કે ખાનગી પણ નથી. ત્યારે સમજવાનું એ છે કે ચીન પોતાના આર્થિક અહેવાલો પ્રસિદ્ધ કરે છે તે કેટલા વિશ્વસનીય હોય શકે….? ટૂંકમાં ચીનની નીતિ રિતી વિશ્વની નાણાકીય સત્તા બનવા માટેની જે દગાખોરી ભરી રીત ભાતો છે તે કેટલી હદે નીચે ઉતરી ગયેલી છે…?! જાેકે હાલના સમયમાં ચીનમા ઊર્જાશક્તિને લઈને ભારે તકલીફ આવી ગઈ છે. અનેક પ્રકારના ઉદ્યોગો બંધ પડી ગયા છે. ઉત્પાદનો અટકી ગયા છે…. છતાં આ તો દંભી-દગાખોર ચીન છે…..!!

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/