fbpx
રાષ્ટ્રીય

દેશમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા ૫૮ કરોડને પાર

દેશભરમાં ટેસ્ટિંગ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, સાપ્તાહિક પુષ્ટિ થયેલા કેસોનો દર ૧.૫૩ ટકા છે, જે છેલ્લા ૧૦૮ દિવસોથી ૩% કરતા ઓછો રહ્યો છે. દૈનિક પુષ્ટિ થયેલા કેસોનો દર ૧.૭૫ ટકા છે. છેલ્લા ૪૨ દિવસથી દૈનિક સકારાત્મકતા દર ૩ ટકાથી નીચે અને સતત ૧૨૫ દિવસ માટે ૫ ટકાથી નીચે રહ્યો છે.કેન્દ્ર સરકાર દેશભરમાં કોવિડ -૧૯ રોગચાળા સામે રસીકરણનો વ્યાપ વધારવા અને લોકોને રસી આપવાની ગતિને ઝડપી બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તે જ સમયે, સરકાર દ્વારા ટેસ્ટિંગની ગતિ પણ વધારવામાં આવી છે. ભારતમાં કોરોના માટે ટેસ્ટિંગની સંખ્યા ૫૮,૩૬,૩૧,૪૯૦ પર પહોંચી ગઈ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ આ માહિતી આપી છે. ૈંઝ્રસ્ઇ અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૦,૩૫,૭૯૭ લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ને કોવિડ -૧૯ રસીના ૯૬.૭૫ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, ૮.૪૩ કરોડથી વધુ ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે લોકોના વહીવટ માટે ઉપલબ્ધ છે, જેનો હજુ ઉપયોગ થવાનો બાકી છે. રસી ના વધુ ડોઝ પૂરા પાડીને, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વધુ સારી રીતે આયોજન કરવા સક્ષમ બનાવવા, રસીઓની ઉપલબ્ધતા અગાઉથી મોનિટર કરીને અને રસી સપ્લાય ચેઇનને મજબૂત કરીને રસીકરણ અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ, કેન્દ્ર સરકાર કોવિડ -૧૯ રસીઓ મફત આપીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ટેકો આપી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૧,૫૬૩ દર્દીઓની રિકવરી સાથે, સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) વધીને ૩,૩૨,૯૩,૪૭૮ થઈ ગઈ છે. પરિણામે, ભારતમાં રિકવરી રેટ ૯૮.૦૦%છે. માર્ચ ૨૦૨૦ પછી રિકવરી રેટ સર્વોચ્ચ સ્તરે છે. કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયાસોના પરિણામે, છેલ્લા ૧૦૬ દિવસથી સતત ૫૦,૦૦૦ થી ઓછા નવા કોવિડ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૮,૧૩૨ નવા દર્દીઓ દેખાયા છે. હાલમાં ૨,૨૭,૩૪૭ સક્રિય દર્દીઓ છે. છેલ્લા ૨૦૯ દિવસોમાં આ સૌથી ઓછા છે. હાલમાં, આ સક્રિય કેસ દેશમાં કુલ પુષ્ટિ થયેલા દર્દીઓના ૦.૬૭ ટકા છે. સમગ્ર દેશમાં ટેસ્ટિંગ ચાલુ છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૦,૩૫,૭૯૭ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. ભારતે અત્યાર સુધીમાં કુલ ૫૮.૩૬ કરોડ (૫૮,૩૬,૩૧,૪૯૦) તપાસ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/