fbpx
રાષ્ટ્રીય

અમે અદ્રશ્ય આર્મી ઉતારીશું ;કીમ જાેંગ

ઉત્તર કોરિયાની સરકાર દ્વારા આ પ્રદર્શનના ફોટા જાહેર કરાયા હતા જેમાં કાળા સૂટમાં સજ્જ કિમ જાેંગ લાલ જાજમ ઉપર ચાલતા જાેઇ શકાય છે અને તેમની બંને બાજુએ વિશાળ કદની મિસાઇલોથી સજ્જ મોટી મોટી ટ્રકો અને ઠેર ઠેર એકસાથે સંખ્યાબંધ મિસાઇલ દાગી શકાય એવી મલ્ટિપલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમ સાથેની ટ્રકો પણ ઉભેલી જાેઇ શકાતી હતી. આ પ્રદર્શનમાં ઉત્તર કોરિયા દ્વારા વિકસાવવામાં આવેલા અત્યંત આધુનિક શસ્ત્રોનું પણ જાહેરમાં પ્રદર્શન કરાયું હતું જેમા આંતરખંડિય બેલાસ્ટિક મિસાઇલોનો પણ સમાવેશ થતો હતો.

સિઓલ અને વોશિંગટન વચ્ચે મતભેદોની તિરાડને વધુ પહોળી કરવાના સ્પષ્ટ અને સતત પ્રયાસ તરીકે કિમ જાેંગે સોમવારે શસ્ત્રોના પ્રદર્શનની મુલાકાત સમયે આપેલા પ્રવચનમાં કહ્યું હતું કે તેની લશ્કરી તાકાતના નિશાન ઉપર દક્ષિણ કોરિયા છે જ નહીં, અને હવે કોરિયાના લોકો વચ્ચે વધુ કોઇ યુદ્ધ હોઇ શકે નહીં. અમેરિકાને કોરિયાના દ્વિપકલ્પ ઉપર અસ્થિરતા પેદા કરનારૂં સૌથી મોટું સ્ત્રોત ગણાવતા કિમ જાેંગે કહ્યું હતું કે તેમના દેશની સૌથી મોટી મહત્વકાંક્ષા એવી રહી છે કે તેની પાસે એક અદૃશ્ય લશ્કરીદળ હોય જેને કોઇ પડકાર ફેંકી શકે નહીં.

ઉત્તર કોરિયાની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીની ૭૬મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેનું શસ્ત્ર પ્રદર્શન ૨૦૧૧માં કિમ જાેંગે સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી આજદિન સુધીનું પ્રથમ પ્રદર્શન હતું. અમેરિકાએ અવાર-નવાર એમ કહ્યું છે કે તે અમારી સાથે દુશ્મનાવટ નથી રાખતું, પરંતુ તેની તે વાતને પૂરવાર કરતાં પૂરાવા અત્યાર સુધી જાેવા મળ્યા નથી. અમેરિકા કાયમ માટે તેના ખોટા ર્નિણયો અને ખોટાં પગલાં દ્વારા કોરિયાઇ પ્રદેશમાં સતત તંગદીલીનું વાતારણ ઉભું કરતું આવ્યું છે. અમેરિકાની મુખ્ય ધરતી ઉપર જ ત્રાટકી શકે એવા હેતુથી વિકસાવાયેલી અત્યંત શક્તિશાળી પરમાણુ મિસાઇલનું નિરિક્ષણ કર્યા બાદ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉને અમેરિકાને ખુલ્લેઆમ ધમકી આપી હતી કે તેની સામે ઉત્તર કોરિયા એક અદૃશ્ય અર્મીને મેદાને જંગમાં ઉતારશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/