ડ્રાઈવિંગ લાઈસન્સ , આર.સી અને ગાડીઓની પરમિટ માટે માત્ર ૧૭ દિવસનો સમય
કોરોનાના કારણે અત્યાર સુધીમાં ડ્રાઈવિંગ લાઈસન્સ, આરસી, ફિટનેસ સર્ટિફિકેટ જેવા કાગળની વેલિડિટીમાં ૭ વખત વધારો કરવામાં આવેલો છે. મંત્રાલયે ૩૦ માર્ચ ૨૦૨૦, ૯ જૂન ૨૦૨૦, ૨૪ ઓગષ્ટ ૨૦૨૦, ૨૭ ડિસેમ્બર ૨૦૨૦, ૨૬ માર્ચ ૨૦૨૧, ૧૭ જૂન ૨૦૨૧ અને અંતિમ વખત ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ વેલિડિટી લંબાવવામાં આવી હતી. કેન્દ્ર સરકારના પરિવહન મંત્રાલયે આ ડેડલાઈનને ૩૧મી ઓક્ટોબર સુધી લંબાવી હતી. મતલબ કે જાે તમે ૩૧મી ઓક્ટોબર બાદ અધૂરા દસ્તાવેજાે સાથે ગાડી ચલાવતા પકડાશો તો દંડ ભરવો પડશે. કોરોના મહામારીના કારણે સરકારે ડ્રાઈવિંગ લાઈસન્સ અને રજિસ્ટ્રેશન કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજાેના રિન્યુઅલમાં છૂટ આપી હતી. પરંતુ હવે તે છૂટને દૂર કરવામાં આવશે. પરિવહન મંત્રાલય દ્વારા આ મુદ્દે આદેશ આપી દેવામાં આવ્યો છે. આદેશ પ્રમાણે ૩૧મી ઓક્ટોબર બાદ કોઈ જ છૂટ નહીં આપવામાં આવે. જાે તમારૂં લાઈસન્સ કે આરસી બુક ૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ના પહેલા એક્સપાયર થઈ ગયા હશે તો તેને હજુ સુધી વેલિડ માનવામાં આવતું હતું પરંતુ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૧ બાદ તેને એક્સપાયર માનવામાં આવશે. આ ડેડલાઈનને હવે આગળ નહીં વધારવામાં આવે. મતલબ કે જેને જરૂર હોય તેના પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ, આરસી અને ગાડીઓની પરમિટ રિન્યુ કરાવવા માટે હવે ૧૭ દિવસનો સમય જ બચ્યો છે. કેન્દ્ર સરકારે ડ્રાઈવિંગ લાઈસન્સ, આરસી અને ગાડીઓની પરમિટ મુદ્દે મહત્વનો ર્નિણય લીધો છે. જાે કોઈએ આમાંથી કોઈ પણ વસ્તુ રિન્યુ કરાવવાની હોય તો તેમના પાસે માત્ર ૩૧મી ઓક્ટોબર સુધીનો સમય જ છે.
Recent Comments