fbpx
રાષ્ટ્રીય

હવે ભારત હિન્દ મહાસાગરમાં ચીને લપડાક દેવા આધુનિક પ્લેટફોર્મ ખરીદશે

અત્યાધુનિક શસ્ત્રોની ખરીદી માટે શસ્ત્રોના પેકેજ અને ખર્ચ સહિતના વિવિધ પાસાઓને અંતિમ ઓપ આપી દેવાયો છે. વધુમાં અમેરિકન સંરક્ષણ ક્ષેત્રની કંપની જનરલ એટોમિક્સ દ્વારા ઉત્પાદિત રીમોટલી પાઈલોટેડ ડ્રોન ખરીદવા અંગે પણ ચર્ચા થઈ રહી છે. આ ડ્રોન ૩૫ કલાક સુધી હવામાં રહેવા સક્ષમ છે અને તેનો ઉપયોગ સર્વેલન્સ, જાસૂસી, દુશ્મન ટાર્ગેટને તોડી પાડવા સહિતના મિશનો માટે પણ થઈ શકે છે.ચીને વૈશ્વિક મહાસત્તા બનવાના તેના અભિયાનના ભાગરૂપે વિશ્વનું સૌથી મોટું નૌકાદળ ઊભું કર્યું છે. આ સાથે ચીને ભારતને ઘેરવા માટે હિન્દ મહાસાગરમાં તેની પ્રવૃત્તિઓ વધારી છે. પરિણામે ભારતે ચીનનો સામનો કરવા માટે નૌકાદળને અત્યાધુનિક પ્લેટફોર્મથી સજ્જ કરવાનો તેમજ ભારતીય નૌકાદળની નિરીક્ષણ ક્ષમતા વધારવાનો ર્નિણય કર્યો છે. ભારતે આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. નૌકાદળે માનવરહિત યાન અને પાણીની નીચે ચાલતા પ્લેટફોર્મ ખરીદવાની યોજના બનાવી છે. ગયા મહિને નૌકાદળના ટોચના કમાન્ડરોની એક કોન્ફરન્સમાં નૌકાદળ માટે અત્યાધુનિક પ્લેટફોર્મ્સ ખરીદવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. હિન્દ મહાસાગરમાં વર્તમાન ઘટનાક્રમને ધ્યાનમાં રાખતા વ્યૂહાત્મક રૂપે મહત્વપૂર્ણ જળમાર્ગોમાં નિરીક્ષણ વધારવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. માનવરહિત પ્લેટફોર્મ માટે રોડમેપ સાથે ત્રીજું વિમાનવાહક યુદ્ધ જહાજ એ રીતે ડિઝાઈન કરાશે કે તેના પર ફાઈટર વિમાનો અને ડ્રોનના મોટા બેડા બંનેનો સમાવેશ થઈ શકે.ચીન સાથે પૂર્વીય લદ્દાખમાં તણાવપૂર્ણ સ્થિતિ અને જમ્મુ એરપોર્ટમાં એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલા પછી ભારતીય સૈન્ય સશસ્ત્ર ડ્રોન સહિત માનવરહિત પ્લેટફોર્મની ખરીદી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળ અમેરિકા પાસેથી રૂ. ૨૨,૦૦૦ કરોડના ખર્ચે ૩૦ બહુ ઉદ્દેશીય સશસ્ત્ર પ્રીડેટર ડ્રોન ખરીદવા પર પણ ભાર મૂકી રહ્યું છે. આ સોદાને ટૂંક સમયમાં મંજૂરી અપાવાની શક્યતા છે. આગામી મહિના સુધીમાં સંરક્ષણ ખરીદી પરિષદ (ડીએસી) દ્વારા હવાથી જમીન પર પ્રહાર કરવા સક્ષમ મિસાઈલોથી સજ્જ એમક્યુ-૯બી ડ્રોન ખરીદવાની દરખાસ્તને પણ મંજૂરી આપે તેવી શક્યતા છે. જાેકે, આ ખરીદી દરખાસ્ત ભારતીય નૌકાદળ દ્વારા રજૂ કરાઈ છે, પરંતુ સૈન્યના ત્રણો અંગોમાંથી પ્રત્યેકને ૧૦ ડ્રોન મળવાની આશા છે.

Follow Me:

Related Posts