fbpx
રાષ્ટ્રીય

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે સરેન્ડર કર્યું; ૧૦૦ કરોડના વસૂલી કેસમાં ૭ મહિનાથી હતા ફરાર

સુપ્રીમકોર્ટે ઝાટકણી કાઢ્યા પછી મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહ સામે આવ્યા હતા. તેમણે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રમાં નથી, પરંતુ ચંદીગઢમાં છે અને આગામી દિવસોમાં મુંબઈ પહોચીને તપાસમાં સામેલ થશે. પરમબીર સિંહે કોર્ટને ધરપકડમાંથી રાહત આપી હતી. જાેકે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ કોઈ જગ્યાએ બહાર જઈ શકશે નહિ. એ પછીથી તેઓ અચાનક ગુમ થઈ ગયા હતા અને પછીથી તેમણે ખુલાસો કર્યો હતો કે ચંદીગઢમાં છે. પરમબીર સિંહના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે મુંબઈમાં તેમના જીવને ખતરો છે. પછીથી કોર્ટે આ અંગે વકીલની ઝાટકણી કાઢી હતી. પૂર્વ પોલીસ કમિશનરની વિરુદ્ધ મુંબઈના પોલીસ સ્ટેશનમાં ૫ કેસ નોંધાયેલા છે. થોડા દિવસો અગાઉ જ્યારે આ મામલામાં સુપ્રીમકોર્ટમાં સુનાવણી થઈ હતી ત્યારે કોર્ટે પરમબીર સિંહના વકીલની ઝાટકણી કાઢી હતી. પરમબીર સિંહ પર ખંડણી ઉઘરાવવાનો આરોપ છે. ૭ મહિનાથી ગાયબ થયેલા મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ આજે મુંબઈ પહોંચી ગયા છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે અને તેમને દેશના ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે. ઉલ્લેખનીય છે કે કોર્ટે ૧૦૦ કરોડની વસૂલીના મામલામાં તેમને ભાગેડું જાહેર કર્યા છે. આ પહેલાં મુંબઈની કોર્ટે પરમબીર સિંહને ભાગેડુ જાહેર કર્યા હતા. ભાગેડુ જાહેર કરાયા બાદ મુંબઈ પોલીસ તેમને વોન્ટેડ આરોપી અને મીડિયા સહિત દરેક સંભવિત સ્થળોએ ભાગેડુ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. આ નિયમો મુજબ જાે તેઓ ૩૦ દિવસની અંદર સામે નહીં આવે તો મુંબઈ પોલીસ તેમની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી શકે છે. એન્ટિલિયા કેસમાં દ્ગૈંછ દ્વારા ૧૦,૦૦૦ પાનાંની એક ચાર્જશીટ દાખલ કરાઈ છે. આ ચાર્જશીટમાં અનેક એવા પુરાવાઓ છે, જે એ પુરવાર કરે છે કે સચિન વઝેનાં તમામ કારસ્તાનની જાણકારી પરમબીર સિંહને હતી. આ વાતની પુષ્ટિ માટે દ્ગૈંછ તેમની ફરીથી પૂછપરછ કરવા માગતી હતી, પણ તેઓ હાજર થતા નહોતા. પરમબીર વિરુદ્ધ ૫ કેસ નોંધાયેલા છે. આ પહેલાં ગૃહ વિભાગે પરમવીર ગુમ રહેવાની જાણકારી ઇન્ટેલિજન્સ બ્યૂરોને પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે પરમબીર ઘણા મહિનાઓથી ખરાબ આરોગ્યને કારણે રજા પર ગયા બાદથી ગુમ હતા. ગૃહ વિભાગે સિંહને તેમના ચંદીગઢ ખાતેના ઘરે અનેક વખત પત્ર મોકલ્યા અને તેમનાં ઠેકાણાં બાબતે પૂછપરછ પણ કરી હતી, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. ગયા મહિને ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે કહ્યું હતું કે તેઓ ૈંઁજી અધિકારી સામે કાર્યવાહી કરવા માટે અખિલ ભારતીય સેવા નિયમોની જાેગવાઈઓને જાેઈ રહ્યા છે. મુંબઈની થાણે પોલીસે જુલાઈમાં પરમબીર સિંહ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. એ પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે તેમના દ્વારા ભ્રષ્ટાચારની તપાસ માટે તેઓ રાજ્ય સરકાર દ્વારા રચાયેલી ચાંદીવાલ આયોગની સામે હાજર થઈ રહ્યા નહોતા. ત્યાર બાદ તેમને ૫, પછી ૨૫ અને બાદમાં ૫૦ હજારનો દંડ કર્યો હતો. પછી પણ જ્યારે પરમવીર હાજર ન થયા ત્યારે તેમનું વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
સરકારના ગૃહ વિભાગે પરમબીર સિંહની સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે ૭ સભ્યની જીૈં્‌ ટીમની રચના કરી હતી. આ ટીમની અધ્યક્ષતા ડ્ઢઝ્રઁ કક્ષાના અધિકારી કરી રહ્યા છે. અગ્રવાલ સામે જુહુ પોલીસ સ્ટેશનમાં દાખલ માકોકાના કેસની તપાસ પણ જીૈં્‌ કરશે. પરમબીર કમિશનર તરીકે હતા ત્યારે અગ્રવાલ સામે છોટા શકીલ સાથે સંબંધ હોવાના આરોપો લગાવતાં માકોકાનો કેસ નોંધાયો હતો.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર ‘એન્ટિલિયા’ની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો મળી હતી. થોડા દિવસ પછી સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનની હત્યા થઈ હતી. આ મામલાના મુખ્ય આરોપી સચિન વઝેની ધરપકડ પછી દ્ગૈંછએ પરમબીર સિંહનું નિવેદન નોંધ્યું હતું. આ દરમિયાન એવી વાત સામે આવી હતી કે સચિન વઝે પરમબીરને ડાયરેક્ટ રિપોર્ટ કરતા હતા અને તેમના કહેવા પર જ એન્ટિલિયાની કેસની તપાસ વઝેને સોંપાઈ હતી. આ મામલામાં સંદિગ્ધ ભૂમિકાનો ઘટસ્ફોટ થયા બાદ રાજ્ય સરકારે પરમબીર સિંહની બદલી હોમગાર્ડ ડીજીના પદે કરી દીધી હતી. જાેકે આ ટ્રાન્સફર પછી પરમબીર સિંહે તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ૧૦૦ કરોડની વસૂલીનો આરોપ લગાવીને અનેક ઘટસ્ફોટ કર્યા હતા, જે બાદ અનિલ દેશમુખને પોતાના પદ પરથી રાજીનામું પણ આપવું પડ્યું હતું અને પરમબીરના આરોપોની તપાસ માટે રાજ્ય સરકારને જીૈં્‌ ગઠિત કરવી પડી હતી.

Follow Me:

Related Posts