fbpx
રાષ્ટ્રીય

સંસદનું શિયાળુસત્ર શરૂ થાય તે પહેલા વડાપ્રધાનું સંબોધન સંસદમાં પ્રશ્ન થવા જાેઈએ પરંતુ શાંતિ પણ રહે: મોદી

સંસદનુ આ સત્ર આજથી શરૂ થઈ રહ્યુ છે જે ૨૩ ડિસેમ્બર સુધી ચાલશે. લગભગ મહિના સુધી ચાલનાર શિયાળુસત્રમાં સરકાર ૨૬ બિલ રજૂ કરશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિડલાએ ટ્‌વીટ કરીને તમામ દળ પાસે સહયોગ કરવાની અપીલ કરી છે. સંસદનુ શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યુ છે. જેના પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યુ. તેમણે વિપક્ષને કહ્યુ કે સરકાર દરેક પ્રશ્નના જવાબ આપવા માટે તૈયાર છે. સંસદમાં પ્રશ્ન થવા જાેઈએ પરંતુ શાંતિ પણ રહે. વડા પ્રધાન મોદીએ સંસદ સત્ર પહેલા કહ્યુ કે સંસદનુ આ સત્ર અત્યંત મહત્વપૂર્ણ છે. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. હિન્દુસ્તાનમાં ચારે દિશાઓમાંથી આ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રચનાત્મક, સકારાત્મક, જનહિત માટે, રાષ્ટ્રહિત માટે, સામાન્ય નાગરિક અનેક કાર્યક્રમ કરી રહ્યા છે. પગલા ઉઠાવી રહ્યા છે અને આઝાદીના દિવાનોએ જે સપના જાેયા હતા તે સપનાને પૂરા કરવા માટે સામાન્ય નાગરિક પણ આ દેશનું કોઈને કોઈ દાયિત્વ નિભાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સમાચાર પોતાનામાં ભારતના ભવિષ્ય માટે શુભ સંકેત છે. તેમણે કહ્યુ કે છેલ્લા કેટલાક દિવસથી બંધારણ દિવસ પણ નવા સંકલ્પની સાથે સંવિધાનની સ્પિરિટને ચરિતાર્થ કરવા માટે દાયિત્વના સંબંધમાં સમગ્ર દેશે એક સંકલ્પ કર્યો છે. આ સૌના પરિપેક્ષ્યમાં અમે ઈચ્છીશુ અને દેશ પણ ઈચ્છશે કે ભારતનુ સંસદ આ સત્ર અને આગળ આવનાર પણ સત્ર આઝાદીના દીવાનોની જે ભાવનાઓ હતી, આઝાદીના અમૃત મહોત્સવની જે સ્પિરિટ છે,

તેના અનુકૂળ સંસદ પણ દેશમાં ચર્ચાઓ કરે, દેશની પ્રગતિ માટે રસ્તા શોધે અને તેમના માટે આ સત્ર ઘણા જ વિચારોની સમૃદ્ધિ વાળો, દુરગામી પ્રભાવ પેદા કરનાર સકારાત્મક ર્નિણય લેનાર બને. હુ આશા કરુ છુ કે ભવિષ્યમાં સંસદને કેવી રીતે ચલાયુ, કેટલુ સારુ યોગદાન આપ્યુ, તે રીતે તોલવામાં આવે ન કે કોણે કેટલુ જાેર લગાવીને સંસદ સત્રને રોકવામાં આવે. આ માનદંડ હોઈ શકે નહીં. માનદંડ એ હશે કે સંસદમાં કેટલુ સકારાત્મક કામ થયુ. સરકાર દરેક વિષય પર ખુલ્લી ચર્ચા કરવા માટે તૈયાર છે. સરકાર દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે તૈયાર છે અને આઝાદીના અમૃત મહોત્સવમાં અમે એ પણ ઈચ્છીશુ કે સંસદમાં પ્રશ્ન પણ હોય, શાંતિ પણ હોય. અમે ઈચ્છીએ છીએ કે સંસદમાં સરકાર વિરૂદ્ધ, નીતિઓ વિરુદ્ધ જેટલો અવાજ પ્રખર હોવો જાેઈએ તે હોય પરંતુ સંસદની ગરિમા, સ્પીકરની ગરિમા, આ સૌના ભવિષ્યમાં અમે તે આચરણ કરીએ જે આવનાર દિવસમાં યુવા પેઢીઓના કામ આવે. છેલ્લા સત્ર બાદ કોરોનાની એક વિકટ પરિસ્થિતિમાં પણ દેશે ૧૦૦ કરોડ કરતા વધારે ડોઝ લગાવ્યા. હવે અમે ૧૫૦ કરોડ તરફ તેજીથી આગળ વધી રહ્યા છીએ. હુ સંસદના તમામ સાથીઓને પણ સતર્ક રહેવા માટે પ્રાર્થના કરુ છુ, કેમ કે આપ સૌનુ શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સંકટના સમયમાં અમારી પ્રાથમિકતા છે. દેશના ૮૦ કરોડથી વધારે નાગરિકોમાં આ કોરોનાકાળ સંકટમાં વધુ તકલીફ ના થાય, તેથી ગરીબ કલ્યાણ યોજનાથી અનાજ મફત આપવાની યોજના ચાલી રહી છે. હવે આ માર્ચ ૨૦૨૨ સુધી વધારવામાં આવ્યુ છે. લગભગ દોઢ લાખ ૬૦ હજાર કરોડના ખર્ચથી ૮૦ કરોડ ગરીબોની ચિંતા કરવામાં આવી છે. હુ આશા કરુ છુ કે આ સત્રમાં દેશહિતના ર્નિણય અમે ઝડપથી કરીએ. મળી સમજીને કરીએ, સામાન્ય માનવીયની આશા અપેક્ષાને પૂર્ણ કરનારા ર્નિણય કરે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/