fbpx
રાષ્ટ્રીય

ભારતમાં પણ તેના બે કેસ સામે આવવાથી હડકંપ મચી ગયો છે

કોરોના વાયરસનો નવો ઓમિક્રોન વેરિઅન્ટ સમગ્ર દુનિયામાં ધીમે-ધીમે પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. કેટલાક દેશોમાં પ્રતિબંધનો સમય એકવાર ફરી શરૂ થઈ ગયો છે. ભારતમાં પણ તેના બે કેસ સામે આવવાથી હડકંપ મચી ગયો છે. આ બંને કેસ કર્ણાટકમાં જાેવા મળ્યા છે. જાેકે, સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને ગભરાવવાની મનાઈ કરી છે અને સુરક્ષાનુ પૂરુ ધ્યાન રાખવાની સલાહ આપી છે.કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીનુ કહેવુ છે કે અત્યારે એવુ કહી શકાય નહીં કે ઓમિક્રોન કેવી રીતે ફેલાય છે. જાેકે ચિંતાની કોઈ વાત નથી કેમ કે તમામ ૬ કેસની ઓળખ કરી લેવાઈ છે અને આમાં કોઈ મોટી મુશ્કેલી જાેવા મળી નથી. જેવુ કે અમે ડેલ્ટા વેરિઅન્ટમાં શ્વાસ લેવા જેવી ગંભીર સમસ્યા જાેવા મળી હતી. ઓમિક્રોનમાં હાલ કોઈ એવુ લક્ષણ જાેવા મળ્યુ નથી. આના લક્ષણ ઘણા સામાન્ય છે. કર્ણાટકના અધિકારીઓ અનુસાર રાજ્યમાં ઓમિક્રોનના કેસ વધુ થઈ શકે છે કેમ કે જે બીજી વ્યક્તિ પોઝિટીવ આવી છે. તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તમામ કેસમાં કોઈ ખાસ લક્ષણ જાેવા મળ્યા નથી. એક્સપર્ટસ અનુસાર આ તમામ કેસમાં ઝ્ર્‌ દૃટ્ઠઙ્મેી ઓછી જાેવા મળી છે આ જ કારણ છે કે તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરના પોઝીટીવ રિઝલ્ટના જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.૪૬ વર્ષીય ડોક્ટરે વધારે થાક, કમજાેરી અને તાવ જેવા લક્ષણ દેખાયા બાદ તેમને પોતાનો ટેસ્ટ કરાવ્યો જે પોઝિટીવ આવ્યો. રિપોર્ટસ અનુસાર તેમની સાઈકલ થ્રેશહોલ્ડ વેલ્યૂ ઓછી હતી જે બાદ તેમને સેમ્પલ લેબ મોકલવામાં આવ્યા. તેમના સંપર્કમાં આવેલા ૫ લોકોનો પણ ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોનુ પણ કહેવુ છે કે આ વેરિઅન્ટના લક્ષણ ગંભીર નથી. જાેકે, સામાન્ય લક્ષણ હોવાના કારણે મોટા ભાગના લોકોને આ વિશે જાણ થતી નથી અને સંક્રમણના સરળતાથી ફેલાવવાની સંભાવના રહે છે. તેથી જાે આપને આમાંથી કોઈ પણ લક્ષણ જાેવા મળે તો પોતાનો ટેસ્ટ જરૂર કરાવો.કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી અનુસાર આ બંને કેસ ડેલ્ટા વેરિઅન્ટથી મેચ કરી રહ્યા નહોતા. કેન્દ્રને આ અનુસાર સતર્ક કરી દેવાયા હતા. તેમાંથી એક ૬૬ વર્ષના પુરુષ છે જે દક્ષિણ આફ્રિકી નાગરિક છે. તેઓ ૨૦ નવેમ્બરે બેંગલુરુ આવ્યા હતા જ્યાં તેમનો કોરોના ટેસ્ટ પોઝિટીવ જાેવા મળ્યો. તેમને હોટલમાં આઈસોલેટ કરી દેવાયા. ૨૩ નવેમ્બરે તેમનો ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો જે નેગેટીવ આવ્યો. જે બાદ ૨૭ નવેમ્બરે તે દુબઈ માટે રવાના થઈ ગયા. તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોનો ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો. ત્યાં ઓમિક્રોનનો બીજાે કેસ ૪૬ વર્ષના એક ડોક્ટરમાં જાેવા મળ્યો જે એક સરકારી હોસ્પિટલમાં કાર્યરત છે. તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/