fbpx
રાષ્ટ્રીય

યુપીમાં બીજેપીને ૩૫૦થી વધુ સીટો મળશે: યોગી આદિત્યનાથ

યુપીમાં લોકોને રસી આપવાની સંખ્યા ખૂબ સારી છે જાે કે હજી પણ તમામ લોકોને વેક્સિનેટેડ કરવા માટે ખૂબ સમય લાગશે. એસપી તરફથી તમારા પર મહામારી દરમિયાન અવ્યવસ્થા સર્જવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અમારી સરકારના પ્રયાસોથી ઉત્તર પ્રદેશ કોવિડ-૧૯ મેનેજમેન્ટ માટે વૈશ્વિક પ્રશંસા મેળવી રહ્યું છે. રસીકરણના સંદર્ભમાં, ઉત્તર પ્રદેશ ભારતમાં ટોચના સ્થાને છે. અમે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહ સુધીમાં ૧૦૦% પાત્ર લાભાર્થીઓને કોવિડ-૧૯ રસીના પ્રથમ ડોઝ આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેને હાંસલ કરવા માટે, દરરોજ ૧૫ થી ૨૦ લાખ ડોઝ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. દરેક જિલ્લામાં રાત્રીના ૧૦ વાગ્યા સુધી રસીકરણની કામગીરી ચાલુ રહેશે. લક્ષ્ય હાંસલ કરવા માટે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે રવિવારે પણ લોકોને રસી આપીએ છીએ. આ સાથે જ અન્ય પાર્ટી અને તેના લોકો તરફથી જે આરોપ મુકવામાં આવી રહ્યાં છેતે તદ્દન ખોટા છે.હાલ ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા દાવો કરાયો છે કે આગામી ચૂંટણીમાં બીજેપી ૩૫૦ થી વધુ સીટો પર જીત મેળવશે. સાથે જ તે જણાવે છે કે સરકાર દ્વારા જે પ્રકારના કાર્યો કરવામાં આવ્યા છે તેને જાેતા આ ચૂંટણીમાં તે કોઈને પણ તેમને ચેલેન્જ કરી શકે તેમ નથી. આવો જાેઈએ ખાસ વાતચીતમાં યોગી આદિત્યનાથે યૂપીમાં ચૂંટણીને લઈને શું વાત કરી. એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી કે ૪૦૩ સીટોમાંથી બીજેપી ૩૫૦થી વધુ સીટો કબ્જે કરશે. ૨૦૧૭માં લોક કલ્યાણ સંકલ્પ પત્રમાં સરકાર દ્વારા જે વાયદા કરવામાં આવ્યા હતા તે તમામ પૂર્ણ કરવામાં આવ્યા છે. રાજ્યના ૨૪ કરોડ લોકોના કલ્યાણના કામો સરકાર તરફથી કરવામાં આવ્યા છે. અમારા દ્વારા કરવામાં આવેલા કામો અને જનકલ્યાણ અમને જીતનો વિશ્વાસ અપાવે છે. ૨૦૧૭થી જ અમે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. આને કારણે દેશ અને વિદેશમાં અમારા માટેની ધારણાઓમાં હવે બદલાવ આવ્યા છે. હવે રાજ્યમાં જે પ્રકારના કાયદો અને વ્યવસ્થા જાેવા મળી રહ્યા છે તેને લઈને રોકાણકારો અને ઉદ્યોગો પણ અહીં આવવા માટે પ્રેરાયા છે. સ્થિતીમાં સુધાર આવવાને કારણે સેમસંગ, રિલાયન્સ અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓ પણ હવે અહીં આવી રહી છે. અમે ભ્રષ્ટાચારીઓ, ગુનેગારો અને ગુંડાઓ સામે બુલડોઝરનો ઉપયોગ કર્યો છે. જાે અખિલેશ યાદવને બુલડોઝરની સમસ્યા છે, તો તે વર્ષોથી ગરીબોને હેરાન કરી રહેલા ગુનેગારો અને ગુંડાઓ પ્રત્યે તેમની રુચિ અને સહાનુભૂતિ દર્શાવે છે. આ પહેલાની સરકારનો ધ્યેય માત્ર ખુરશી બચાવવાનો હતો જેને કારણે અસામાજીક તત્વો ફૂલ્યાફાલ્યા હતા અને રાજ્યમાં સારું રોકાણ કરવામાં આવ્યું નહતું. જાે કે અમે આ પરિસ્થિતીને સંપૂર્ણ બદલી નાંખી છે અને કડક પગલા લીધા છે. ચૂંટણીના બે મહિના પહેલા પ્રોજેક્ટ માટે ટોકન રકમ મંજૂર કરવી અને ટેન્ડરને મંજૂર ન કરવું અને પ્રોજેક્ટને અધવચ્ચે છોડી દેવાથી તેમના મુદ્દા પર કોઈ દાવો યોગ્ય નથી. અમે પ્રોજેક્ટ્‌સનું પુનઃ મૂલ્યાંકન કર્યું છે, નવા ટેન્ડર દ્વારા ખર્ચમાં ઘટાડો કર્યો છે અને સમયની અંદર તેને અમલમાં મૂક્યો છે. અમે રાજ્યમાં સર્વાંગી વિકાસ કર્યો છે. આ અગાઉ પ્રદેશમાં નબળું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું. અમે ૧,૩૨૧ કિમીના ભારતના સૌથી લાંબા એક્સપ્રેસવે નેટવર્કનું નિર્માણ કર્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/