fbpx
રાષ્ટ્રીય

ટ્રાન્સજેન્ડર સમુદાયને કર્ણાટક પોલીસ વિભાગમાં ૧ ટકા અનામત મળશે

કર્ણાટક રાજ્યના પોલીસ મહાનિર્દેશક પ્રવીણ સૂદે જણાવ્યું કે, “અમે પોલીસ વિભાગની તમામ ભરતીમાં ટ્રાન્સજેન્ડર્સને એક ટકા અનામત આપવાનો ર્નિણય કર્યો છે. અત્યાર સુધી પોલીસ વિભાગમાં પુરૂષો અને મહિલાઓની ભરતી થતી હતી. ૩-૪ દાયકા પહેલા પોલીસ વિભાગમાં મહિલાઓ માટે અનામતની વાત થતી હતી. અમારું લક્ષ્ય પોલીસ વિભાગમાં મહિલાઓની સંખ્યાને ૨૫ ટકા સુધી લઈ જવાનું છે.

સૂદે કહ્યું કે પોલીસ વિભાગે સમાજના પૂર્વગ્રહોને દૂર કરીને ટ્રાન્સજેન્ડર સમુદાયને મુખ્ય પ્રવાહમાં લાવવામાં મદદ કરવા માટે આ ર્નિણય લીધો છે. તેણે કહ્યું, “અમે વિચાર્યું કે, આપણે સમાન તકનું સંગઠન બનવું જાેઈએ. એટલા માટે અમે તમામ રેન્કમાં ટ્રાન્સજેન્ડર માટે એક ટકા પોસ્ટ અનામત રાખી છે. મને લાગે છે કે, આ તેમને મુખ્ય પ્રવાહમાં લાવવામાં મદદ કરશે અને લાંબા ગાળે વિભાગને પણ મજબૂત કરશે.” તેમણે કહ્યું કે આપણે એવા પૂર્વગ્રહોને દૂર કરવા જાેઈએ, જે માત્ર સમાજમાં જ નહીં પરંતુ આપણા બધામાં છે. તેણે કહ્યું, “એટલે જ અમે આ પગલું ભર્યું છે. ભરતી અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમે અરજીઓની રાહ જાેઈશું અને તેમની ભરતી કરીશું. તમામ ભરતીઓમાં ટ્રાન્સજેન્ડરો માટે એક ટકા અનામત હશે. દ્ગય્ર્ં ‘સંગમ’ની નિશા ગુલ્લારે કર્ણાટક પોલીસના આ ર્નિણયને આવકાર્યો છે. તેણે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, તેણે ટ્રાન્સજેન્ડર સરકારી નોકરીઓ ઓફર કરવા માટે કર્ણાટક હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેણે કહ્યું, “અમે જૂન ૨૦૨૦માં કોર્ટમાં ગયા હતા અને આ વર્ષે ચુકાદો અમારી તરફેણમાં આવ્યો હતો.

અમને નિયુક્ત કરવાના કર્ણાટક પોલીસના ર્નિણયનું અમે સ્વાગત કરીએ છીએ.” નિશા અનુસાર, કર્ણાટકમાં લગભગ એક લાખ ટ્રાન્સજેન્ડર છે, જેમાંથી લગભગ ૧૩ હજાર તેની સંસ્થા સાથે જાેડાયેલા છે. તેણે એમ પણ કહ્યું કે, હવે પછીનો પડકાર ટ્રાન્સજેન્ડરો માટે જે ઓફિસમાં કામ કરશે ત્યાં વધુ સારું વાતાવરણ ઊભું કરવાનો રહેશે.કર્ણાટક સરકારે રાજ્યના પોલીસ વિભાગમાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે એક ટકા અનામતની જાહેરાત કરી છે. આ હેઠળ, કર્ણાટક પોલીસે પ્રથમ વખત ‘સ્પેશિયલ રિઝર્વ સબ-ઇન્સ્પેક્ટર’ના પદ માટે ટ્રાન્સજેન્ડરો પાસેથી અરજીઓ મંગાવી છે. કર્ણાટક રાજ્ય પોલીસ દ્વારા જાહેર કરાયેલ ભરતી-૨૦૨૧ની સૂચના અનુસાર, ૭૦ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ રાખવામાં આવી છે અને ઓનલાઈન અરજીઓ ૨૦ ડિસેમ્બરથી ભરી શકાશે જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮ જાન્યુઆરી ૨૦૨૨ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/