fbpx
રાષ્ટ્રીય

અમેરિકામાં ૧ દિવસમાં ૧૪ લાખથી વધુ કેસ આવતા હાહાકાર

અમેરિકામાં કુલ કેસની સંખ્યા વધીને ૬,૧૫,૫૮,૦૮૫ થઈ ગઈ છે. જ્યારે સોમવારે ૧,૯૦૬ મૃત્યુ બાદ કુલ મૃતકોની સંખ્યા ૮,૩૯,૫૦૦ પર પહોંચી ગઈ છે. સોમવારના રોજ સૌથી વધુ કેસ નોંધાયા હતા કારણ કે ઘણા રાજ્યો વીકએન્ડ પર આ મામલે જાણ કરતા નથી જે દિવસે રેકોર્ડ કેસ સામે આવ્યા તે જ દિવસે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા પણ રેકોર્ડ બ્રેક રહી હતી. માત્ર ત્રણ સપ્તાહમાં આ આંકડો બમણો થઈ ગયો છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે ૧,૪૧,૦૦૦ લોકો હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે અગાઉ ગયા વર્ષે જાન્યુઆરીમાં આ આંકડો રેકોર્ડ ૧૩૨,૦૫૧ નોંધાયો હતો.અમેરિકામાં કોરોના વાયરસના કેસોએ ફરી એકવાર રેકોર્ડ તોડ્યો છે. સોમવારે અહીં ૧૪ લાખથી વધુ કેસ નોંધાયા છે. આ પહેલા ક્યારેય આટલા કેસ ન તો અમેરિકામાં નોંધાયા છે અને ન તો વિશ્વના અન્ય કોઈ દેશમાં. દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટ્‌સ અને ડેલ્ટા વેરિઅન્ટ્‌સનો ખતરો બિલકુલ ઓછો નથી.

જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ટ્રેકર અનુસાર, અમેરિકામાં ૧,૪૮૧,૩૭૫ નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે અગાઉ ૩ જાન્યુઆરીએ ૧૧.૭ લાખ કેસ નોંધાયા હતા. ફ્રાન્સના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે અહીં ૨૪ કલાકમાં રેકોર્ડ ૩૬૮,૧૪૯ કેસ નોંધાયા છે. પછી સ્વીડનમાં રેકોર્ડ ૭૦,૬૪૧ કેસ નોંધાયા છે. આ દરમિયાન અહીં ૫૪ મૃત્યુ પણ થયા છે. બીજી તરફ વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે જાે આગામી બે મહિના સુધી ઈન્ફેક્શનના કેસ આ રીતે સામે આવતા રહે તો યુરોપની અડધાથી વધુ વસ્તી ઓમિક્રોનથી સંક્રમિત થઈ શકે છે. આ સાથે ડબ્લ્યુએચઓએ કહ્યું કે ઓમિક્રોનને ફ્લૂ જેવી નાની બિમારી માની લેવી નહીં. ઓસ્ટ્રેલિયામાં પણ સ્થિતિ નિયંત્રણમાં નથી. ન્યૂ સાઉથ વેલ્સમાં, એક દિવસમાં ૩૪,૭૫૯ કેસ નોંધાયા છે અને ૨,૨૪૨ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે વિક્ટોરિયા રાજ્યમાં ૪૦,૧૨૭ કેસ નોંધાયા હતા અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ૯૪૬ હતી. બંને રાજ્યોમાં ૨૧ મૃત્યુ નોંધાયા છે. હવે ન્યુ સાઉથ વેલ્સમાં, જાે કોઈ વ્યક્તિ કોરોના વાયરસના પોઝિટિવ રિપોર્ટ વિશે માહિતી નહીં આપે, તો તેને ૧૦૦૦ ડોલરનો દંડ પણ લાગશે. બ્રિટનની વાત કરવામાં આવે તો અહીં ૨૪ કલાકમાં ૧૨૦,૮૨૧ નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન ૩૭૯ દર્દીઓના મોત થયા છે. ૪ જાન્યુઆરીથી અહીં કેસ સતત ઘટી રહ્યા છે. ત્યારબાદ ૨૧૮,૩૭૬ કેસ નોંધાયા હતા. જાેકે મૃત્યુના કેસમાં વધારો થયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/