fbpx
રાષ્ટ્રીય

Omicron: ગર્ભવતી મહિલાઓ ખાસ ધ્યાન રાખે આ બાબતોનું, નહિં તો…

કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ પૂરા દેશમાં ફેલાઇ ચુક્યો છે અને ખૂબ જ ઝડપથી લોકો આની ઝપેટમાં આવી રહ્યા છે. ઓમિક્રોનને કારણે કોરોનાના કેસમાં અનેક ઘણો વધારો થઇ રહ્યો છે. જો કે આનો સૌથી મોટો ખતરો ગર્ભવતી મહિલાઓ પર છે. પ્રેગનન્સી સમયે મહિલાઓની ઇમ્યુનિટી થોડી ઓછી હોય છે જેના કારણે ડોક્ટર આ સમયે પ્રેગનન્ટ મહિલાઓને અનેક ઘણું ધ્યાન રાખવાનું કહે છે. ઓમિક્રોનને કારણે ત્રીજી લહેરમાં કેસ સતત વધી રહ્યા છે. જો કે આમાં સૌથી મોટો સવાલ એ છે કે, ગર્ભવતી મહિલાઓ માટે આ કેટલો મોટો ખતરો છે તેમજ આવનાર બાળકને આનાથી કોઇ નુકસાન થાય છે ખરું?

ગર્ભવતી મહિલાઓને કોરોનાનો કેટલો ખતરો?

એક ડોક્ટરના જણાવ્યા અનુસાર ગર્ભવતી મહિલાને કોરોના સંક્રમિત થવાનો એટલો જ ડર હોય છે જે એક સામાન્ય વ્યક્તિને હોય છે. લક્ષણની ગંભીરતાની વાત કરીએ તો મહિલાઓમાં આ વધુ ગંભીર પ્રમાણમાં જોવા મળે છે. સામાન્ય રીતે 35 વર્ષથી મોટી ઉંમર હોય તેમજ મહિલાને ડાયાબિટીસ જેવી કોઇ ગંભીર બીમારી હોય .

ગર્ભવતી મહિલામાં કોરોનાના લક્ષણો
ડોક્ટરના અનુસાર પ્રેગનન્સીમાં કોવિડ-19ના લક્ષણો એ હોય છે જે એક સામાન્ય વ્યક્તિમાં હોય. આ લક્ષણોમાં તાવ આવવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, ખાવાનો સ્વાદ ના આવવો તેમજ થાક લાગવો. આમ, જો આ રીતના કોઇ લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લો અને ટ્રિટમેન્ટ શરૂ કરો. જો ડિલિવરી સમયે મહિલા કોરોના સંક્રમિત હોય તો એમાં વર્ટિકલ ટ્રાન્સમિશન નહીં જોવા મળે. જરૂરી નથી કે માતા કોરોના સંક્રમિત હોય તો બાળક પણ કોરોના સંક્રમિત હોય. ઘણા બધા કિસ્સાઓમાં માતા પોઝિટિવ હોય તો બાળક નેગેટિવ આવે છે.

ગર્ભવતી મહિલા કોરોના સંક્રમિત હોય તો એનો સૌથી મોટો ખતરો પ્રિમેચ્યોર ડિલિવરીનો રહે છે. ઘણાં ખરા કેસમાં મહિલાને વધારે તાવ આવે તો એને લેબર પેન પહેલા જ શરૂ થઇ જાય છે જેના કારણે પ્રિમેચ્યોર ડિલિવરીના ચાન્સિસ ખૂબ વધી જાય છે. સાથે જ બાળકના જીવનું જોખમ પણ રહે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/