fbpx
રાષ્ટ્રીય

ભારતમાં કોરોના દૈનિક પોઝીટીવ દર ૧૦.૯૯ ટકા

ભારતમાં ફરી એકવાર કોરોના વાઈરસના કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોવિડ-૧૯ ના ૧,૭૨,૪૩૩ નવા કેસ નોંધાયા છે. દેશમાં ૧,૬૧,૩૮૬ નવા કેસ નોંધાયા હતા. નવા કોવિડ કેસોમાં ૬.૮ ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડને કારણે ૧,૦૦૮ લોકોના મોત થયા છે. બુધવારે સામે આવેલા મૃતકોની સંખ્યાની સરખામણીમાં તેમાં ઘટાડો થયો છે.

બુધવારે ૧,૭૩૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભારતમાં સક્રિય કેસોની સંખ્યા ૧૫,૩૩,૯૨૧ છે. કોરોનાનો રિકવરી રેટ વધી રહ્યો હોવાનું જણાય છે, કારણ કે ૧૬,૨૧,૬૦૩ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. પરંતુ આ સંખ્યામાં લગભગ એક લાખનો ઘટાડો જાેવા મળ્યો છે. દેશમાં રિકવરી રેટ લગભગ ૯૫ ટકા છે. તે જ સમયે, કોરોનાને કારણે ૧,૦૦૮ લોકોના મૃત્યુ પછી દેશમાં મૃતકોની સંખ્યા વધીને ૪,૯૮,૯૮૩ થઈ ગઈ છે. જાે આપણે દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વિશે વાત કરીએ તો તે હાલમાં ૧૦.૯૯ ટકા છે.

દૈનિક પોઝિટિવિટી રેટમાં વધારો થયો છે. ભારતમાં કોરોના રસીના ૧૬૭.૮૦ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે બુધવારે રસીના ૪૮ લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. માહિતી અનુસાર રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૮-૪૪ વર્ષની વય જૂથના ૫૪ કરોડથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. સમાન વય જૂથના ૪૧ કરોડથી વધુ લોકોને બીજાે ડોઝ આપવામાં આવ્યો છે. ભારતમાં બાળકોનું રસીકરણ પણ ચાલી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે ભારતમાં ૧૫-૧૮ વર્ષની વય જૂથમાં લગભગ પાંચ કરોડ બાળકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે ૨૦ લાખ બાળકોને બીજાે ડોઝ આપવામાં આવ્યો છે.

જાે આપણે પ્રીકૉશન ડોઝ વિશે વાત કરીએ તો અત્યાર સુધીમાં ૧.૨૫ કરોડથી વધુ લાભાર્થીઓને ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વાઈરસથી બચવા માટે સમગ્ર વિશ્વમાં રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ચીન પછી ભારત બીજાે એવો દેશ છે જ્યાં સૌથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં રસીકરણની ઝડપને જાેતા ટૂંક સમયમાં જ સમગ્ર વસ્તીને રસી આપવામાં આવશે. જાે કે, કોરોનાના વારંવારના કેસોને ધ્યાનમાં રાખીને લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે, તેઓએ સાવચેતી રાખવી અને નિયમોનું પાલન કરવું જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/