fbpx
રાષ્ટ્રીય

યુપી ચુંટણી જીતવા માટે વડાપ્રધાન મોદી મેદાનમાં આવ્યા

કોવિડ-૧૯ની ત્રીજી લહેર વચ્ચે ચૂંટણી પંચે જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો હોવાથી, ચૂંટણી પહેલા પક્ષના કાર્યકરોના મનોબળને વધારવા માટે વર્ચ્યુઅલ મીટિંગ્સ નિર્ણાયક છે. ઉત્તર પ્રદેશમાં સાત તબક્કાની ચૂંટણી દરમિયાન આવી ૨૫ બેઠકો થવાની ધારણા છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં ૧૦ ફેબ્રુઆરીથી ૭ માર્ચ સુધી મતદાન થશે અને મતગણતરી ૧૦ માર્ચે થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ઉત્તર પ્રદેશમાં તેમની વર્ચ્યુઅલ રેલી દ્વારા જનતા સાથે સંવાદ કરશે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને પીએમ મોદીની આ બીજી વર્ચ્યુઅલ રેલી છે. ઁસ્ મોદી આજે પાંચ જિલ્લાની ૨૩ વિધાનસભા બેઠકોના લોકોને સંબોધિત કરશે.સૂત્રોએ જણાવ્યું કે, પીએમને સાંભળવા માટે પાર્ટીના ૬ લાખથી વધુ કાર્યકરો વર્ચ્યુઅલ લિંક દ્વારા જાેડાશે. પીએમના આ ‘જન ચૌપાલ’ માટે ગુરુવારે ભારતીય જનતા પાર્ટીએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ભાજપના પ્રદેશ મહાસચિવ અને રેલી પ્રભારી અનૂપ ગુપ્તાના જણાવ્યા અનુસાર, વર્ચ્યુઅલ રેલી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મેરઠ, ગાઝિયાબાદ, અલીગઢ, હાપુડ અને નોઈડાની ૨૩ વિધાનસભાઓના ૧૨૨ સંગઠનાત્મક વર્તુળોમાં પ્રસારિત કરવામાં આવશે અને એક લાખથી વધુ લોકો સીધા ભાગ લેશે.

બૂથ વિજય અભિયાન નામની બેઠકો, કોવિડ-૧૯રોગચાળાને ધ્યાનમાં રાખીને વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવશે અને તેમાં બૂથ સ્તરે ટોચના નેતાઓથી માંડીને કાર્યકર્તાઓ સુધીની સહભાગિતાનો સમાવેશ થશે, બેઠકમાં, મોદી ચૂંટણીલક્ષી રાજ્યોમાં પ્રચારના બાકીના તબક્કામાં કાર્યકરોના ધ્યાનની જરૂર હોય તેવી વ્યૂહરચના અને મુદ્દાઓની વિસ્તૃત રૂપરેખા આપે તેવી અપેક્ષા છે.શુક્રવારની ઉત્તર પ્રદેશ-વિશિષ્ટ બેઠકમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની હાજરી પણ જાેવા મળશે.આ બેઠક બપોરે નક્કી કરવામાં આવી છે અને ૬ લાખથી વધુ કાર્યકરો, નેતાઓથી લઈને બૂથના પ્રભારીઓ હાજરી આપશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/