વેલેન્ટાઇન ડેને ખાસ બનાવવા ઘરે કરો આ તૈયારી, યાદગાર બની રહેશે પળ
આજનો આ દિવસ લવ બર્ડ માટે છે. દરેક લવ બર્ડ આખા વર્ષમાં આ દિવસની રાહ જોઇને બેઠા હોય છે તો આજનો દિવસ છે ‘વેલેન્ટાઇન ડે’. જો કે કોરોના કાળમાં આ વેલેન્ટાઇન ડેના દિવસે તમારે બહાર ના જવું હોય તો આ રીતે ઘરે પણ તમે રોમેન્ટિક રીતે આ દિવસને સેલિબ્રેટ કરી શકો છો. આ નાની-નાની ટિપ્સ તમારા આજના દિવસને એકદમ મસ્ત બનાવી દેશે અને તમારો પાર્ટનર ખુશ-ખુશ થઇ જશે.
- આજના વેલેન્ટાઇનને ખાસ બનાવવા માટે તમે હાર્ટ શેપ બલુનથી રૂમ ડેકોરેટ કરીને તમે એક મસ્ત સરપ્રાઇઝ આપી શકો છો. આમા પણ ખાસ કરીને તમે રેડ કલરના બલૂન લગાવશો તો રૂમનું વાતાવરણ રોમેન્ટિક થઇ જશે.
- આજના આ દિવસને ખાસ બનાવવા માટે તમે સાથે કુક પણ કરી શકો છો. બન્ને સાથે મળીને કોઇ એવી વસ્તુ બનાવો જે તમને બન્નેને બહુ ભાવતી હોય. જો તમે સાથે કુકિંગ કરો છો તો આજનો આ દિવસ તમારા માટે મસ્ત બની જશે અને કોરોનામાં બહાર પણ નહિં જવું પડે.
- આજના આ દિવસને સ્પેશિયલ બનાવવા માટે તમે બન્ને સાથે બેસીને રોમેન્ટિક મુવી પણ જોઇ શકો છો. રોમેન્ટિક મુવી જોતાની સાથે તમે પણ એક રોમેન્ટિક મુડમાં આવી જશો.
- કોરોનામાં બહાર ના જવું હોય અને ઘરે કંઇક અલગ કરવું હોય તો તમે તમારા ધાબા પર ડેકોરેટ અને લાઇટિંગ કરો. ત્યારબાદ કેન્ડલ પણ તમે કરી શકો છો. આ સાથે જ તમે ધાબામાં કેન્ડલ લાઇટ ડિનર પણ કરી શકો છો. કેન્ડલ લાઇટ ડિનરમાં તમે તમારી મનગમતી વાનગીનો સ્વાદ સાથે બેસીને માણો છો તો તમને બહુ જ મજા આવશે.
- આજના આ દિવસે તમારે ઘરે કંઇ ના બનાવવું હોય તો તમે બહારથી પણ ઓર્ડર કરી શકો છો.
Recent Comments