fbpx
રાષ્ટ્રીય

મોદી સરકાર સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની જાહેરાત કરી શકે છે

કેન્દ્રની મોદી સરકાર સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની જાહેરાત કરી શકે છે. આમાં કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે ૧૦,૦૦૦ રૂપિયાની જાેગવાઈ કરી શકે છે. આનો અર્થ એ થાય છે કે આ હોળીના અવસર પર કેન્દ્રીય કર્મચારીઓ રૂ. ૧૦,૦૦૦ એડવાન્સ મેળવી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓએ આ રકમ પર કોઈ વ્યાજ ચૂકવવું પડશે નહીં. આ માટેની છેલ્લી તારીખ ૩૧મી માર્ચ ૨૦૨૨ હોઈ શકે છે એટલે કે આ તારીખ સુધી માત્ર કેન્દ્રીય કર્મચારીઓ એડવાન્સ લઈ શકશે.

ગયા વર્ષે પણ સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે આ અંગેની જાહેરાત કરી હતી. તહેવારો માટે આપવામાં આવતી એડવાન્સ પ્રી-લોડેડ કરવામાં આવશે. આ નાણાં કેન્દ્રીય કર્મચારીઓના ખાતામાં પહેલેથી જ દર્જ હશે. તેમને માત્ર ખર્ચ કરવો પડશે. કેન્દ્રીય કર્મચારીઓને પણ આ નાણાં ૧૦ હપ્તામાં ચૂકવવાની સુવિધા આપવામાં આવી રહી છે. તે માત્ર રૂ૧૦૦૦ના માસિક હપ્તામાં ચૂકવી શકાય છે. ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ હેઠળ ૪,૦૦૦-૫,૦૦૦ કરોડની જાહેરાત થઈ શકે છે. જાે રાજ્યો પણ આ યોજનાનો અમલ કરે તો તેના માટે લગભગ રૂ. ૮,૦૦૦-૧૦,૦૦૦ કરોડ ખર્ચ થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એડવાન્સ સ્કીમનો બેંક ચાર્જ પણ સરકાર ઉઠાવશે. કર્મચારીઓ આ એડવાન્સ ડિજીટલ ખર્ચ કરી શકશે. હોળી પછી એટલે કે માર્ચ મહિનાના પગારમાં કર્મચારીઓને પગાર વધારો મળવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓ અને પેન્શનધારકોના ડીએમાં વધારાની જાહેરાત કરશે. આ સાથે હોળી પર ૧૮ મહિનાથી અટકેલા ડ્ઢછ ના બાકીના પૈસા મળવાની સંભાવના છે. આ વખતે સરકાર મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરશે એટલે કે કર્મચારીઓને ૩૧ ટકા મળતું મોંઘવારી ભથ્થું હવે વધીને ૩૪ ટકા થઈ જશે. છૈંઝ્રઁૈં ૈંહઙ્ઘીટ અનુસાર ડિસેમ્બર ૨૦૨૧ માટે ઈન્ડેક્સમાં એક પોઈન્ટનો ઘટાડો થયો છે. મોંઘવારી ભથ્થાના સરેરાશ ઈન્ડેક્સની વાત કરીએ તો તે ૩૫૧.૩૩ રહ્યો છે તેથી આ પ્રમાણે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને ૩૪.૦૪ ટકા થઈ શકે છે. વર્ષ તમને જણાવી દઈએ કે ડ્ઢછ હંમેશા પૂર્ણાંકમાં આપવામાં આવે છે તેથી તે મુજબ તે ૩૪ ટકા હશે.આ વખતે હોળીનો તહેવાર સરકારી કર્મચારીઓ માટે કંઈક ખાસ બનવાનો છે. રંગોના આ તહેવાર પર કેન્દ્ર સરકાર તેમને મોટી ભેટ આપી શકે છે. કોરોના મહામારી બાદ આ ભેટ તહેવારના સમયને સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારો માટે ખૂબ જ ખાસ બનાવી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/