શેરબજારમાં કડાકોઃ ભારતના શેરબજારમાં ખળભળાટ, સેન્સેક્સ 2700 અંક તૂટ્યો, 10 લાખ કરોડ ઉડી ગયા
યૂક્રેન વિરૂદ્ધ રશિયાની સેન્ય કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. રશિયાની આ કાર્યવાહીની અસર એશિયન શેર બજારમાં જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ભારે ઘટાડા સાથે ખુલ્યુ અને અને બિઝનેસ દરમિયાન 2,800 અંક સુધી ઘટી ગયુ હતુ. અંતે 2702 એટલે 4.72% ઘટાડા સાથે 54,529.91 પર બંધ થયુ હતુ. એનએસઇનું નિફ્ટી પણ 815.30 અંક એટલે કે 4.78% ઘટાડા સાથે 16,247 અંક પર બિઝનેસ કરી રહ્યુ હતુ. આ ઘટાડાથી રોકાણકારોને 10 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયુ છે. રશિયાના શેર બજારમાં 50 ટકાનો ઘટાડો થયો છે.
ઘરેલુ શેર બજાર સાતમા દિવસે ઘટાડા સાથે બંધ થયો હતો. સેન્સેક્સના તમામ 30 શેર લાલ નિશાન પર બંધ થયા હતા. બ્રૉડર માર્કેટ્સમાં બીએસઇ મિડકૈપ અને સ્મૉલકૈપ ઇન્ડેક્સ પણ લાલ નિશાન પર રહ્યા હતા. તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. નિફ્ટી રિયલ્ટીમાં સૌથી વધુ ચાર ટકાનો ઘટાડો થયો છે. નિફ્ટી પીએસીબી, આઇટી અને ઓટો મેટલમાં પણ 3.5 ટકાનો ઘટાડો થયો છે. બીજા તમામ ઇન્ડેક્સ બે ટકા ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. નિફ્ટી એનર્જી, ઓટો, પીએસયૂ બેંકને છોડીને તમામ સેક્ટર 200 DMA સ્તરની નીચે પહોચી ગયા હતા.
કાચુ તેલ 100 ડૉલરની પાર
બીએસઇ પર 2,578 શેરમાં ઘટાડો થયો છે જ્યારે માત્ર 270 શેરમાં તેજી જોવા મળી રહી છે. આ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમત 2014 બાદ પ્રથમ વખત 100 ડૉલર પ્રતિ બેરલની પાર પહોચી ગઇ છે. બ્રેંટની કિમત 100.04 ડૉલર પ્રતિ બેરલ પહોચી ગઇ છે જ્યારે ડબલ્યૂટીઆઇ 95.54 ડૉલર પ્રતિ બેરલ પહોચી ગયુ છે.
Recent Comments