વધેલી રોટલીમાંથી આ રીતે બનાવો ક્રિસ્પી ચેવડો, જાણો કેટલા દિવસ સુધી કરી શકશો સ્ટોર
તમારા ઘરે વધેલી રોટલીમાં તમે આ રીતે ક્રિસ્પી ચેવડો બનાવી શકો છો. આ ચેવડામાં ગળપણ હોવાથી તમે ડિશમાં લઇને એકલો પણ ખાઇ શકો છો. રોટલીનો આ ક્રિસ્પી ચેવડો ખાવાની બહુ જ મજા આવે છે. તો જાણી લો તમે પણ કેવી રીતે આ ચેવડો ઘરે બનાવશો.
સામગ્રી
7 થી 8 વધેલી રોટલી
મીઠા લીમડાના પાન
ઝીણુ સમારેલુ લીલુ મરચુ
તેલ
હળદર
મરચુ
મીઠું સ્વાદાનુંસાર
રાઇ
તલ
હિંગ
બૂરું ખાંડ
સમારેલા કાજુ
બદામ
બનાવવાની રીત
- રોટલીનો ક્રિસ્પી ચેવડો બનાવવા માટે સૌ પ્રથમ રોટલીના નાનાં-નાનાં ટુકડા કરી લો.
- હવે એક કડાઇમાં તેલ લો.
- તેલ થાય એટલે એમાં રાઇ, હિંગ, કાજુના ટુકડા, બદામ નાંખો.
- ઉપરની આ બધી વસ્તુઓ બે સેકન્ડ માટે તળો અને પછી હળદર અને તેલમાં હિંગ, મરચું અને હળદર એડ કરી દો.
- આ પ્રોસેસ થઇ જાય પછી બધા રોટલીના ટુકડા કડાઇમાં નાંખો.
- રોટલીને ત્યાં સુધી થવા દો જ્યાં સુધી એ ક્રિસ્પી થાય.
- રોટલી ક્રિસ્પી થઇ જાય પછી એમાં મીઠું અને બુરુ ખાંડ ઉમેરો.
- હવે રોટલી ચેવડા જેવી કડક થઇ જાય એટલે ગેસ બંધ કરી દો.
- તમારા ઘરમાં બધાને દ્રાક્ષ ભાવતી હોય તો તમે દ્રાક્ષ પણ નાંખી શકો છો.
- આ સાથે જ તમે આ ચેવડામાં ડ્રાયફ્રૂટ્સ વધારે પણ એડ કરી શકો છો.
- તમે આ રોટલીમાં કોથમીર નાંખીને પણ ખાઇ શકો છો.
- તમને ગમતી વાત તો એ છે કે આ રોટલીને તમે ઓછામાં ઓછી 15 થી 20 દિવસ જેટલી સ્ટોર કરી શકો છો.
- આ રોટલી તમે ઘરે આવેલા મહેમાનને આપો છો તો એમને પણ ખાવાની મજા પડી જાય છે.
Recent Comments