fbpx
રાષ્ટ્રીય

કાળા તલ, સૂંઠનું ચૂર્ણ સહિત ઘરમાં રહેલી આ વસ્તુઓથી હરસ-મસામાંથી મેળવો છૂટકારો

મસાથી અનેક લોકો હેરાન-પરેશાન થઇ જતા હોય છે. સામાન્ય રીતે 60 વર્ષની ઉંમર પછી મસા લોકોને થતા હોય છે પરંતુ આજની આ ફાસ્ટ લાઇફને કારણે અનેક લોકોને નાની ઉંમરમાં પણ મસા થતા હોય છે. મસાના દુખાવાથી માણસ માનસિક રીતે કંટાળી જાય છે. જો કે આજકાલ મસા સર્જરી કરાવીને પણ કાઢી શકાય છે, પણ તમે આ ઘરેલું ઉપાયોથી પણ મસામાંથી છૂટકારો મેળવી શકો છો.

  • મસાથી છૂટકારો મેળવવા માટે સુંઠનું ચૂર્ણ લો અને છાશમાં નાંખીને પીવો.
  • સવારે વહેલા ઉઠીને એટલે કે નરણાં કોઠે એક મુઠ્ઠી જેટલાં કાળા તલ લો અને એને સાકર સાથે મિક્સ કરી લો. ત્યારબાદ એને ચાવો. સાકર અને કાળા તલ સાથે ખાવાથી મસાની સમસ્યા દૂર થાય છે અને બીજી અનેક તકલીફોમાંથી પણ રાહત મળે છે.
  • કારેલાંના રસમાં સાકર મિક્સ કરીને પીવાથી મસામાંથી છૂટકારો મળે છે.
  • બેકિંગ સોડા અને એરંડિયું એક સરખી માત્રમાં લો અને એને મસા પર લગાવો. ઘીરે-ઘીરે આ મિશ્રણને મસા પર લગાવવાથી મસા જતા રહે છે.
  • મસાને દૂર કરવા માટે વડના પાનનો રસ સૌથી અક્સીર ઉપાય છે. આ રસ મસા પર લગાવવાથી મસા ખરી પડે છે. જો તમે આ રસ સ્કિન પર પણ લગાવો છો તો તમારી સ્કિન સોફ્ટ થાય છે અને સાથે ગોરી પણ થાય છે.
  • મસાની પીડામાંથી રાહત મેળવવા માટે કોથમીરને વાટી લો અને પછી એક પોટલીમાં બાંધી લો. ત્યારબાદ આ પોટલીને તવી પર સાધારણ કરો અને મસા પર શેક કરો. આમ કરવાથી દિવસ જતા મસા જાતે જ ખરી પડે છે.
  • લીંબુની ચીરીને દસેક મિનિટ ચામડીના મસાવાળા ભાગ પર ઘસવાથી મસા દૂર થાય છે અને સાથે પીડા પણ થતી નથી.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/