fbpx
રાષ્ટ્રીય

આ રીતે ઘરે બનાવો સોફ્ટ ગાંઠિયા, ચા સાથે ખાવાની આવશે બહુ મજા

અનેક ગુજરાતીઓ ઘરે ગાંઠીયા બનાવતા હોય છે. ગાંઠીયા તમે ઘરે બનાવો છો તો બહાર કરતા પણ ટેસ્ટમાં મસ્ત બને છે. ગાંઠીયા ખાવાની બહુ જ મજા આવે છે. ગાંઠીયા અને ચા તમે સાથે ખાઓ છો તો બહુ જ મજા આવે છે. નાસ્તાને લઇને અનેક લોકોના ઘરમાં શું નાસ્તો બનાવવો એ મૂંઝવણ થતી હોય છે, એવામાં જો તમે ગાંઠીયા બનાવો છો તો ખાવાની બહુ જ મજા આવે છે. તો જાણી લો તમે પણ કેવી રીતે ઘરે બનાવશો ગાંઠીયા.

સામગ્રી

250 ગ્રામ ચણાનો લોટ

મોણ માટે તેલ

મીઠું

બેકિંગ સોડા

અજમો

હિંગ

વાટેલાં કાળામરી

તળવા માટે તેલ

બનાવવાની રીત

  • ગાંઠીયા બનાવવા માટે તમે સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ચણાનો લોટ લો.
  • ત્યારબાદ લોટ બાંધવા માટે થોડુ તેલ ગરમ મુકો.
  • હવે તેલ ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરીને અંદર મીઠું અને સોડા નાંખીને બરાબર મિક્સ કરી લો.
  • હવે આ લોટને ચણાના લોટમાં બરાબર રીતે મિક્સ કરી લો.
  • ત્યારબાદ ચણાના લોટમાં હિંગ, કાળામરી અને અજમો મસળીને નાંખો.
  • આ પ્રોસેસ થઇ જાય એટલે લોટ મસળતા જાઓ અને થોડું-થોડું પાણી એડ કરતા જાઓ અને લોટ તૈયાર કરો.
  • આ લોટ બરાબર મસળો જેથી કરીને એકદમ સોફ્ટ થાય.
  • ગાંઠીયાનો લોટ સોફ્ટ હોવો ખૂબ જ જરૂરી છે.
  • લોટ સોફ્ટ થાય એટલે ઓછામાં ઓછો 10 મિનિટ સુધી બરાબર ફેંટો.
  • આમ, આ બધી જ પ્રોસેસ થઇ જાય એટલે સેવ પાડવાનો સંચો લો અને એમાં જાળી સેટ કરો.
  • હવે હાથમાં તેલ લગાવીને લોટ અંદર ભરો.
  • બીજી બાજુ તેલ ગરમ કરવા મુકો.
  • આમ, તેલ ગરમ થઇ જાય એટલે તેલમાં ગાંઠિયા પાડો.
  • તો તૈયાર છે સોફ્ટ ગાંઠિયા.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/