આ રીતે બનાવો કિવીમાંથી ફેસ પેક, અને ચહેરા પરની અનેક સમસ્યાઓને ચપટીમાં કરી દો દૂર
આજકાલ કિવી ફ્રૂટનું ચલણ ખૂબ જ વધી ગયુ છે. કિવીમાં અનેક પ્રકારના વિટામીન્સ હોય છે જે તમારી સ્કિન અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. કિવીમાં વિટામીન સી સારા એવા પ્રમાણમાં હોય છે જે સ્કિન માટે સૌથી સારું છે. તમે તમારી સ્કિનને સુંદર બનાવવા ઇચ્છો છો તો તમે કિવી ફ્રુટનું સેવન કરો.
કિવીનો ફેસ પેક તમારી સ્કિનને અનેક રીતે ફાયદો કરે છે. તમારા મોં પર કાળા ડાધા ધબ્બા પડી ગયા હોય અને ખીલ બહુ થઇ ગયા હોય તો તમે કિવીનો આ ફેસ પેક લગાવી શકો છો. કિવીના આ ફેસ પેકથી તમારી સ્કિન ક્લિન થાય છે અને સાથે તમારા ચહેરા પર ગ્લો પણ આવે છે. તો આ રીતે તમે પણ બનાવો કિવીનો ફેસ પેક.
સામગ્રી
એક કિવી
એક બનાના
એક ચમચી દહીં
બનાવવાની રીત
- કિવીનો ફેસ પેક બનાવવા માટે સૌ પ્રથમ એક કિવી લો અને એમાંથી પલ્પ બહાર કાઢીને એક બાઉલમાં લઇ લો.
- ત્યારબાદ આ પલ્પમાં એક મેશ કરેલું બનાના નાંખો અને સાથે દહીં પણ એડ કરો.
- તો તૈયાર છે કિવીનો ફેસ પેક.
- આ ફેસ પેકને તમે તમારા ચહેરા પર લગાવો અને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો.
- ત્યારબાદ ઠંડા પાણીથી મોં ધોઇ લો.
- હવે કોટનના કપડાથી મોં લૂછી લો અને પછી સારું મોઇસ્યુરાઇઝર લગાવો.
- જો તમે આ પેક અઠવાડિયામાં 3 વાર લગાવો છો તો તમારો ચહેરો ક્લિન થઇ જાય છે અને સાથે તમારા ચહેરા પરના ખીલ પણ દૂર થઇ જાય છે.
- આ પેક તમારી સ્કિનને સોફ્ટ કરવાનું પણ કામ કરે છે.
- જો તમે રેગ્યુલર આ પેક લગાવશો તો તમારી સ્કિન પર કોઇ સાઇડ ઇફેક્ટ પણ નહિં થાય.
Recent Comments