રસોડામાં પડેલી આ વસ્તુથી વાળને નેચરલી રીતે કરો કાળા, તરત મળી જશે રિઝલ્ટ
તમારા વાળ પણ સફેદ થઇ ગયા છે? આજના આ સમયમાં અનેક લોકોના વાળ વ્હાઇટ હોય છે. સફેદ વાળને કાળા કરવા માટે ડાઇ, વાશમોલ, મહેંદી જેવી અનેક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને લોકો વાળને કાળા કરતા હોય છે, કારણકે સફેદ વાળ તમારી સ્માર્ટનેસને બગાડીને મુકી દે છે.
વાળમાં આ બધા કેમિકલ વાપરવાને કારણે અનેક લોકોને લાંબા ગાળે એની સાઇડ ઇફેક્ટ પણ થતી હોય છે, પણ જો તમે નેચરલી રીતે વાળને બ્લેક કરવા ઇચ્છો છો તો રસોડામાં પડેલી આ વસ્તુ તમારા માટે સૌથી બેસ્ટ છે. તો જાણી લો તમે પણ ઉપાય વિશે.
ચાની ભુકી
વાળને નેચરલી રીતે કાળા કરવા માટે ચાની ભુકી સૌથી બેસ્ટ છે. ચાની ભુકી તમારા વાળને કાળા કરવાનું કામ કરે છે. સફેદ વાળને કાળા કરવા માટે તમે 5 થી 6 ચમચી ચાને ગરમ પાણીમાં બરાબર ઉકાળી લો. જો તમે ટી બેગ્સ વાપરો છો તો તમે ટી બેગ્સ પણ લઇ શકો છો. હવે ચાનું પાણી થોડું ઠંડુ પડે એટલે વાળના મૂળથી લઇને છેડા સુધી લગાવો. ત્યારબાદ એક કલાક જેટલું વાળમાં રાખો અને પછી નોર્મલ શેમ્પુથી હેર વોશ કરી લો. આનાથી તમારા વાળમાં રંગ ચઢશે.
આ ચાની ભુકીમાં તમે કોફી પાઉડર પણ એડ કરી શકો છો. કોફી પણ તમારા વાળને નેચરલી રીતે બ્લેક કરવાનું કામ કરે છે. આ માટે તમે ચાની ભુકી અને કોફી પાઉડર લઇને પાણીમાં બરાબર ઉકાળો અને પછી વાળમાં લગાવો. અડધો કલાક રહીને હેર વોશ કરી લો. આમ કરવાથી પણ તમારા વાળમાં નેચરલ કલર આવે છે. આ ચાની ભુકીનું પાણી તમારે અઠવાડિયામાં 3 વાર લગાવવાનું રહેશે. જો તમે આ પાણી રેગ્યુલર લગાવશો તો તમારા સફેદ વાળ નેચરલી રીતે બ્લેક થશે.
Recent Comments