ઓફિસમાં કામ કરતા-કરતા જકડાઇ જાય છે ગરદન? તો આ ટિપ્સ ફોલો કરો
કમ્પ્યુટર અને લેપટોપમાં સતત કામ કરવાને કારણે અનેક લોકોને ગરદનના પ્રોબ્લેમ્સ થતા હોય છે. ગરદનમાં સતત દુખાવો થવાને કારણે તમે હેરાન-પરેશાન થઇ જાવો છો. વર્ક ફ્રોમ હોમ દરમિયાન અનેક લોકોને ગરદનની તકલીફ થતી હોય છે. ગરદનની તકલીફ થવાને કારણે ધીમે-ધીમે કમરમાં પણ દુખાવો થવા લાગે અને શરીર બગડતુ જાય છે. આમ, જો તમે પણ ગરદનની સમસ્યાથી કંટાળી ગયા છો તો આ ટિપ્સ તમારા માટે ખૂબ જ કામની છે.
- ગરદન જકડાઇ ગઇ હોય તો ગરદનને જમણી અને ડાબી બાજુએ ફેરવો. આમ, ગરદનને આખી ગોળ ફેરવો. ગરદનને ગોળ ધીમે-ધીમે ફેરવો જેથી કરીને બીજી કોઇ તકલીફ ના થાય. આ રીતે તમાર ગરદનને 15 થી 20 મિનિટ સુધી ફેરવવાની રહેશે. આખા દિવસમાં તમારે આ એક્સેસાઇઝ 3 થી 4 વાર કરવાની રહેશે.
- આ સાથે જો તમને ગરદનમાં દુખાવો થાય છે તો તમે ખુરશી પર બેસો અને હાથ-પગ હલાવો અને એની સાથે-સાથે ગરદનને પણ ગોળ ફેરવો. આમ કરવાથી ગરદન ઓછી દુખશે અને સાથે ફરક પણ પડશે.
- ગરદન જકડાઇ જાય તો હિટિંગ પેડથી શેક કરો. હિટિંગ પેડથી શેક કરીને પણ ગરદનના દુખાવામાંથી રાહત મેળવી શકો છો. હિટિંગ પેડ તમને અનેક સમસ્યાઓમાંથી રાહત અપાવે છે.
- ગરદનનાં દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે આઇસ બેગ પણ મુકી શકો છો. આઇસ બેગથી તમને રાહત થાય છે.
આ સાથે જો તમને ગરદનમાં દુખાવો વધારે થાય છે તો તમે ડોક્ટરનો સંપર્ક કરો અને દવા લેવાનું શરૂ કરો. કારણકે જો તમને દુખાવામાંથી રાહત થતી નથી તો તમારે દવા લેવી ખૂબ જરૂરી છે. આ સાથે જ તમે ડોક્ટર જે કહે એ રીતે ફોલો કરો.
Recent Comments