આ રીતે બટાકાનો ઉપયોગ કરીને બનાવો Hair Dye, સફેદ વાળ થઇ જશે કાળા
પહેલાનાં સમયમાં 25-30 વર્ષ પછી વાળ સફેદ થતા હતા જ્યારે હવે નાની ઉંમરમાં પણ અનેક લોકોના વાળ સફેદ થવા લાગે છે. વાળ સફેદ થવાને કારણે આખો ફેસ બદલાઇ જાય છે. બદલાતી ફાસ્ટ લાઇફમાં જંકફુડ અને ખાણી-પીણીમાં અનેક બદલાવને કારણે વાળ સમય કરતા વહેલા સફેદ થઇ જાય છે.
જો કે સફેદ વાળને કાળા કરવા માટે લોકો વાળમાં ડાઇ, કલર જેવી અનેક વસ્તુઓ લગાવતા હોય છે. પણ આજે અમે તમને બટાકામાંથી ડાઇ બનાવતા શીખવાડીશું. આ ડાઇ તમારા સફેદ વાળને નેચરલી રીતે બ્લેક કરવાનું કામ કરે છે. તો જાણો કેવી રીતે બનાવશો આ ડાઇ.
2-3 બટાકા
એક ચમચી આંબળાનો પાઉડર
એક ચમચી શિકાકાઇ
એક ચમચી કોફી પાઉડર
એક ચમચી હિના પાઉડર
આ રીતે બનાવો ડાઇ
- આ ડાઇ બનાવવા માટે સૌથી પહેલા બટાકાની છાલ કાઢી લો.
- એક કઢાઇમાં પાણી નાંખીને બટાકાનો એક ઊભરો આવે ત્યાં સુધી થવા દો.
- એક ઊભરો આવી જાય પછી તરત ગેસ ધીમો કરી દો.
- પછી આમાં આંબળાનો પાઉડર, શિકાકાઇ, કોફી અને હિના પાઉડર મિક્સ કરી દો.
- ત્યારબાદ 20 થી 25 સુધી આને થવા દો.
- હવે આને સ્પ્રે બોટલમાં ભરી લો.
જાણો કેવી રીતે લગાવશો ડાઇ
આ ડાઇને તમારા વાળમાં સ્પ્રે કરવાની રહેશે. સ્પ્રે કર્યા બાદ હળવા હાથે વાળમાં સારી રીતે મસાજ કરો. આ ડાઇને સફેદ વાળ પર એપ્લાય કરો. ત્યારબાદ 2 થી 3 કલાક માટે એમને એમ રહેવા દો. ખાસ ધ્યાન એ રાખો કે ડાઇ લગાવ્યા પછી વાળમાં શેમ્પુ કરવાનું નથી. ડાઇ લગાવ્યા પછી 2 કલાક પછી ઠંડા પાણીથી વાળ ધોઇ લો અને પછી હેવી રીતે ઓઇલિંગ કરો. ત્યારબાદ બીજા દિવસે હેર વોશ કરી લો. આનાથી તમારા વાળ નેચરલ રીતે બ્લેક થશે અને કોઇ નુકસાન પણ નહિં થાય.
Recent Comments