દરેક સ્કિન માટે સૌથી બેસ્ટ છે ચારોળીનો આ ફેસ પેક, જાણો કેવી રીતે બનાવશો ઘરે
ફેસ પેક એક એવી વસ્તુ છે જે તમારા ચહેરા પર ગ્લો લાવવાનું કામ કરે છે. આજની જનરેશન ખૂબ જ બહોળા પ્રમાણમાં ફેસ પેકનો ઉપયોગ કરતી હોય છે. જો કે આ ફેસ પેક મોટાભાગના લોકો બહારથી લાવતા હોય છે.
તમને જણાવી દઇએ કે જે ફેસ પેક તમે બહારથી લાવો છો એમાં કેમિકલનું પ્રમાણ વધારે હોવાથી એ તમારી સ્કિનને લાંબા ગાળે નુકસાન કરે છે, પરંતુ જો તમે ઘરે જાતે જ ફેસ પેક બનાવો છો તો તમારી સ્કિન તરત ગ્લો કરે છે અને સાથે એની કોઇ સાઇડ ઇફેક્ટ પણ થતી નથી. તો આજે અમે તમારી માટે લાવ્યા છીએ ચારોળીનો ફેસ પેક. આ પેક તમારી સ્કિનને સોફ્ટ કરવાનું કામ કરે છે.
ચારોળીનો ફેસ પેક બનાવવા માટે આ વસ્તુ લો
2 ચમચી ચારોળી
1 ચમચી ચણાનો લોટ
1 ચમચી મધ
જરૂર મુજબ ગુલાબજળ
બનાવવાની રીત
- ચારોળીનો ફેસ પેક બનાવવા માટે સૌ પ્રથમ ઉપર જણાવ્યા મુજબ બધી વસ્તુઓ એક બાઉલમાં લો.
- ત્યારબાદ આ પેકમાં ગુલાબજળ જોઇએ એ પ્રમાણમાં નાંખો.
- તો તૈયાર છે ચારોળીનો ફેસ પેક.
- જો તમે આ ફેસ પેક રેગ્યુલર ચહેરા પર લગાવશો તો તમારા ચહેરા પરના બધા ખીલ અને ડાધા-ધબ્બા 10 જ દિવસમાં દૂર થઇ જશે.
- ચારોળી અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે જેના કારણે તમારી સ્કિનને સોફ્ટ કરવાનું કામ કરે છે.
- ચણાનો લોટ સ્કિનની ડ્રાયનેસ દૂર કરવાનું કામ કરે છે.
- ગુલાબજળ તમારી સ્કિનને ઠંડક આપવાનું કામ કરે છે.
આમ, ચારોળીનો ફેસ પેક દરેક સ્કિનના લોકો માટે સૌથી બેસ્ટ છે.
Recent Comments