તમારી આ આદતો તમારા હાડકાંને કરી નાખે છે નબળા, જાણો અને ચેતો
અનેક લોકોના હાડકાં ખૂબ જ નબળા હોય છે. હાડકાં નબળા પડવાને કારણે બીજી અનેક બીમારીઓ શરીરમાં એન્ટ્રી કરે છે. જો કે આ પાછળ અનેક કારણો જવાબદાર છે જેમાં મુખ્ય કારણ તમારી લાઇફસ્ટાઇલ છે. આજની આ ભાગદોડભરી લાઇફસ્ટાઇલમાં અનેક લોકો ખોરાક પર પૂરતું ધ્યાન આપી શકતા નથી જેના કારણે ધીમે-ધીમે હાડકાં નબળા પડવા લાગે છે. હાડકાં નબળા પડવાને કારણે ચાલવામાં પણ અનેક લોકોને તકલીફ પડતી હોય છે. તો જાણી લો તમારી કઇ ખરાબ આદતો તમારા હાડકાંને નબળાં કરી દે છે.
- આળસુ લોકોના હાડકાં નબળા જલદી થવા લાગે છે. આ લોકો હંમેશા એક જગ્યાએ બેસી રહેવાને કારણે હાડકાં બરાબર મુમેન્ટ કરી શકતા નથી. જેના કારણે એ નબળા પડવા લાગે છે. આ માટે આળસ દૂર કરીને શારિરિક કામ કરો.
- મીઠું વધારે પ્રમાણમાં ખાવાથી હાડકાં નબળા પડવા લાગે છે. એક્સપર્ટ અનુસાર ખાવામાં વધુ માત્રામાં મીઠું હોય તો એ બોન ડેંસિટી ઓછુ કરી દે છે જે તમારા હાડકાંને નબળા બનાવી દે છે.
- વિટામીન ડીની ઉણપથી હાડકાં નબળા પડવા લાગે છે. આ માટે તમે દરરોજ સવારે સૂર્યના કુણા તડકામાં બેસીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. આ માટે જરૂરી છે કે તમે રોજ 15 થી 20 મિનિટ તડકામાં બેસો.
- જો તમે સ્મોક કરો છો તો પણ તમારા હાડકાં નબળા પડવા લાગે છે. સ્મોકિંગ કરવાની સૌથી ખરાબ અસર તમારા હાડકાં પર પડે છે. આ માટે સ્મોકિંગની લત તમે છોડી દો.
- ખાવા-પીવાની વસ્તુઓમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ના મળવાને કારણે હાડકાં નબળા પડવા લાગે છે. આ માટે તમે એવું ભોજન પસંદ કરો જે પોષક તત્વોથી ભરપૂર હોય.
- અનેક લોકોને ઊંઘ પૂરી થતી હોતી નથી. ઊંધ પૂરી ના થવાને કારણે પણ તમારા હાડકાં નબળા પડવા લાગે છે.
Recent Comments