fbpx
રાષ્ટ્રીય

ભારત- યુએઈ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ૧ મેથી અમલમાં આવશે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે મુક્ત વેપાર કરાર આ વર્ષે ૧ મેથી અમલમાં આવી શકે છે. આ કરાર હેઠળ કાપડ, કૃષિ, ડ્રાય ફ્રૂટ્‌સ, જેમ્સ અને જ્વેલરી જેવા ક્ષેત્રોના ૬,૦૯૦ સમાનના સ્થાનિક નિકાસકારોને સંયુક્ત આરબ અમીરાત માર્કેટમાં ડ્યૂટી ફ્રી એક્સેસ મળશે. ભારત અને સંયુક્ત આરબ અમીરાતએ ફેબ્રુઆરીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેનો ધ્યેય આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર વર્તમાન ૬૦ અબજ ડોલરથી વધારીને ૧૦૦ અબજ ડોલર કરવાનો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ કરાર વિશે વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી છે અને હવે અમે અમારી તમામ દસ્તાવેજી ની કાર્યવાહી પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ,

તમામ કસ્ટમ સૂચનાઓ ઝડપથી જારી કરી રહ્યા છીએ. અમને આશા છે કે તે ૧ મે ૨૦૨૨ સુધીમાં શરૂ થઈ શકે છે. ગોયલે દુબઈ એક્સ્પોમાં કહ્યું, “અમે હાલમાં સંયુક્ત આરબ અમીરાતમાં લગભગ ૨૬ અબજ ડોલરના માલની નિકાસ કરી રહ્યા છીએ. તેમાંથી લગભગ ૯૦ ટકા વસ્તુઓ પરની કસ્ટમ ડ્યુટી પહેલા જ દિવસે નાબૂદ કરવામાં આવશે. આગામી પાંચ કે દસ વર્ષમાં માલના બાકીના ૯.૫ ટકા (લગભગ ૧,૨૭૦ વસ્તુઓ) પરની કસ્ટમ ડ્યુટી પણ શૂન્ય થઈ જશે. લગભગ એક દાયકામાં ભારતનો આ પ્રથમ મુક્ત વેપાર કરાર છે જે યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન અને કેનેડા સાથે ધીમી વાટાઘાટોની પૃષ્ઠભૂમિ સામે આવે છે. બીજું આનાથી ભારતીય ઉદ્યોગપતિઓને ઘણા ફાયદા થવાની શક્યતાઓ છે. સંયુક્ત આરબ અમીરાત તેમજ દક્ષિણ એશિયા અને આફ્રિકામાં ભારતની પહોંચની શક્યતાઓનો સમાવેશ થાય છે. ભારતે ૨૦૨૦-૨૧માં સંયુક્ત આરબ અમીરાતથી લગભગ ૭૦ ટન સોનાની આયાત કરી હતી. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ ભારતને સંયુક્ત આરબ અમીરાત માર્કેટમાં ડ્યૂટી ફ્રી એક્સેસ મળશે. ભારત સોનાની આયાત કરતો મોટો દેશ છે.

ભારત દર વર્ષે લગભગ ૮૦૦ ટન સોનાની આયાત કરે છે. આ ખાસ કરારમાં અમે તેમનેને ૨૦૦ ટનનો ટેરિફ રેટ ક્વોટા આપ્યો છે, જ્યાં બાકીની દુનિયા માટે જે પણ આયાત ડ્યૂટી લાદવામાં આવશે તેના કરતાં ડ્યૂટી હંમેશા એક ટકા ઓછી હશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ ‘તેજસ’ (અમીરાતની નોકરીઓ અને કૌશલ્યો માટેની તાલીમ) ની શરૂઆત કરી. તેનો ઉદ્દેશ્ય ભારતીય કર્મચારીઓને કુશળ અને સંયુક્ત આરબ અમીરાતના બજારની જરૂરિયાતો અનુસાર બનાવવાનો છે. ભારતમાં યુવાનોની વસ્તી છે અને દેશ નિર્માણ અને છબી નિર્માણમાં યુવાનોનો સૌથી મોટો હિસ્સો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/