ગરમીમાં આ રીતે કરો સ્કિનની કેર, નહિં તો બગડી જશે ચહેરો અને સ્કિન થઇ જશે ડલ
કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઇ ગઇ છે ત્યાં સ્કિનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ સમયમાં પ્રોપર રીતે સ્કિનનું ધ્યાન રાખતા નથી તો અનેક પ્રોબ્લેમ્સ થઇ શકે છે. બદલાતા વાતાવરણી સૌથી મોટી અસર આપણી સ્કિન અને હેલ્થ પર થાય છે. ગરમીના દિવસોમાં આપણી સ્કિન પર અતિશય પરસેવો થાય છે અને સાથે સ્કિન ઓઇલી પણ થઇ જાય છે. આમ, આ પરિસ્થિતિમાં જરૂરી છે કે તમે તમારી સ્કિનનું પ્રોપર રીતે ધ્યાન રાખો. તો જાણી લો તમે પણ ગરમીના દિવસોમાં કેવી રીતે તમારી સ્કિનની કેર કરશો.
વધુમાં વધુ પાણી પીવો
ગરમીમાં બને એમ વધારેમાં વધારે પાણી પીવો, જેથી કરીને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ થાય નહિં. શરીરમાં પાણી હોવું ખૂબ જરૂરી છે. આ માટે ડોક્ટરો પણ પાણી પીવાની સલાહ આપતા હોય છે. દિવસમાં દરેક વ્યક્તિએ બેથી ત્રણ લિટર પાણી પીવું જોઇએ.
હયાલૂરોનિક એસિડ
ગરમીમાં તમે હયાલૂરોનિક એસિડનો ઉપયોગ કરવો જોઇએ. આ તમારી સ્કિનને મોઇસ્યુરાઇઝ રાખવામાં મદદ કરે છે અને આખો દિવસ તમારી સ્કિનને હાઇડ્રેટેડ રાખે છે.
જેલ બેસ્ડ મોઇસ્યુરાઇઝરનો ઉપયોગ કરો
ગરમીના દિવસોમાં મોટાભાગના લોકો મોઇસ્યુરાઇઝરનો ઉપયોગ કરતા હોતા નથી, જેના કારણે સ્કિન વધુ ડેમેજ થાય છે. આ માટે તમે ગરમીના દિવસોમાં અચુક મોઇસ્યુરાઇઝરનો ઉપયોગ કરો. ગરમીમાં તમે લાઇટ જેલ મોઇસ્યુરાઇઝરનો ઉપયોગ કરી શકો છો. આ મોઇસ્યુરાઇઝર નોન સ્ટીકી હોય છે જે થોડા જ સમયમાં તમારી સ્કિનમાં સમાઇ જાય છે અને હાઇડ્રેટ કરે છે.
વારંવાર ચહેરો ઠંડા પાણીથી ધોવો
ગરમીની સિઝનમાં ચહેરા પર પરેસેવો થવાને કારણે સ્કિન ખરાબ થવા લાગે છે. આ માટે તમે બને એમ વધારે ચહેરો ધોવાનું રાખો. ઠંડા પાણીથી ચહેરો ધોવાથી તમારી સ્કિન ક્લિન થાય છે જેના કારણે ખીલ થતા નથી.
Recent Comments