fbpx
રાષ્ટ્રીય

આ ડિટોક્સ વોટર સડસડાટ ઉતારી દે છે તમારું વધેલું વજન, પીવાનું શરૂ કરી દો તમે પણ

ગરમીમાં સ્કિનની કેર કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે આ ગરમીમાં સ્કિનનું ધ્યાન રાખતા નથી તો તમારી સ્કિન કાળી પડી જાય છે અને સાથે ખરાબ પણ લાગે છે. આ ગરમીમાં અનેક વસ્તુઓથી બચવા માટે ડિટોક્સ વોટર તમારા માટે ખૂબ ઉપયોગી બની રહી છે. ડિટોક્સ વોટર તમારા શરીરમાં એનર્જી પૂરી પાડે છે અને સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. તો જાણી લો તમે પણ ડિટોક્સ વોટર ઘરે કેવી રીતે બનાવશો.

ડિટોક્સ વોટર બનાવવા માટે કાકડી, લીંબુ, ફુદીનાના પાન, પાણી લો. ત્યારબાદ ડિટોક્સ વોટર બનાવવા માટે એક કાચની બરણી લો અને એમાં કાકડીની સ્લાઇસ મુકો. હવે એમાં લીંબુની સ્લાઇસ ઉમેરો. લીંબુની સ્લાઇસ ઉમેર્યા પછી એમાં ફુદીનાના પાન અને સાથે થોડો લીંબુનો રસ એડ કરો. આ બધી પ્રોસેસ થઇ જાય પછી પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે ડિટોક્સ વોટર. હવે આ પાણીને ફ્રિજમાં મુકી દો અને જેમ જરૂર જણાય એમ પીવો. જો તમે ગરમીમાં આ પાણી પીવો છો તો તમારી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે.

આ ડિટોક્સ વોટરમાં લીંબુ હોવાથી તમારા લોહીને શુદ્ધ કરે છે. આ સાથે જ ફુદીનાના પાન તમારી પાચનક્રિયાને સારી બનાવે છે. તમારા માટે મહત્વની વાત એ છે કે જો તમે આ ડિટોક્સ વોટર રેગ્યુલર પીવો છો તો તમારું વજન સડસડાટ ઘટવા લાગે છે. કાકડી અને ફુદીનાના પાન તમારા વજનને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આમ, જો તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો તમારે આ ડિટોક્સ વોટર અચુકથી પીવું જોઇએ. આ ડિટોક્સ વોટર બનાવવામાં વપરાતી સામગ્રી તમારા વજનને તો કંટ્રોલ કરે છે પણ સાથે-સાથે તમારી અનેક બીમારીઓ પણ દૂર કરે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/